Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ધોરાજીમાં પોસ્ટ ઓફિસ રોડ સહિત રોડ પહોળા કરવા જી.કલેકટરને રજૂઆત

ધોરાજી તા.૧૯ : પોસ્ટ ઓફીસ મેઈન રોડને સાત મીટર પહોળો કરવા માટે વેપારીઓએ નગરપાલિકા ના વહીવટદાર અને નાયબ કલેકટરને રજૂઆત કરાઇ છે.ભૂગભ ગટર પાણી લાઈનો ના આડેધડે ખોદકામ થી બિસ્માર બની જતાં આ પોસ્ટ ઓફીસ મેઈન રોડને નગરપાલિકા તંત્ર વાહકો દાવરા પાંચ મીટર પહોળો રોડ કરવાનો રીપેરીંગ કામગીરી શરૂ કરાતાં વેપારીઓમાં રોષ યાપી જતાં વેપારીઓ એ નાયબ કલેકટર કચેરી ખાતે દોડી જઈને રજૂઆત કરાઇ હતી. પોસ્ટ ઓફીસ મેઈન રોડ પરનાં વેપારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારનાં બિસ્માર રોડની કામગીરી શરૂ કરાઈ છે પણ આ પોસ્ટ ઓફીસ મેઈન રોડ ભારે ટાફીક અવરજવર વાળા રોડને સાત મીટર પહોળો કરવા નગરપાલિકા તંત્ર વાહકોને રજૂઆત કરવાં છતાં નક્કર કાયવાહી નહી કરાતાં વેપારીઓએ નાયબ કલેકટર કચેરી ખાતે દોડી જઈને રજૂઆત કરાઇ છે.

(11:49 am IST)