Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ઉપલેટા નોબલ હુડ સ્કુલમાં યોગ શિબિર

 ઉપલેટાઃ નોબેલ હુડ સ્કુલ દ્વારા યોગાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સ્થિત આર્ટ ઓફ લીવીંગના, ગુજરાતના ચીફ સંચાલક શ્રી અનિલભાઇ ઠુંમર તથા યોગબાળા, ઝમ્બા માસ્ટર શ્રી કૃતિબેન બારડોલીયા ઉપસ્થિત રહયા હતા. કૃતિબેન દ્વારા ઝુમ્બા અને વિવિધ યોગાસનો, યોગ કસરતો, પ્રાણાયામ વગેરેની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકો સાથે વાલીઓએ ઉત્સાહભેર ભાગ લઇ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સંચાલન -ડીરેકટર શ્રી બ્રિજેસ સર વિરાણીના માર્ગદર્શન નીચે કરાયું હતું.

(11:48 am IST)