Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સોમનાથના દર્શને વિમલભાઇ ચુડાસમા

 પ્રભાસ પાટણઃ સોમનાથ વિધાનસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર વિમલભાઇ ચૂડાસમા, ભાજપનાં મંત્રી જશાભાઇ બારડ સામે  ર૦૪પ૦ મતોની જંગી લીડથી ચૂટાયા બાદ તેઓ વેરાવળ બાયપાસથી કોળી સમાજનાં લોકો અને કોંગ્રેસનાં કાર્યકરો સાથે રેલી સાથે સોમનાથ મહાદેવનાં દર્શને પધારેલ હતા જયાં કોંગ્રેસનાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને આ વિજય ઉત્સવને મનાવેલ હતો. સાથે વિમલભાઇએ તમામ આગેવાનોને હાથ મીલાવેલ હતા અને તેઓ જીત્યા બાદ સૌ પ્રથમ સોમનાથ મહાદેવનાં દર્શને આવેલ હતાં. તેમની સાથે જગમાલભાઇ વાળા, કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઇ ગઢીયા અને વિશાળ કોંગ્રેસનાં આગેવાનો, કાર્યકરો અને લોકો જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ - પ્રભાસ પાટણ)

(11:48 am IST)