Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જુનાગઢ વિધાનસભાની ૪ બેઠકો પર વિજેતા કોંગ્રેસના ઉમેદવારોના વિજય સરઘસ

જુનાગઢ વિધાનસભામાં ૪ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થતા જુનાગઢ મતગણત્રી કેન્દ્ર ખાતે વિજેતા ઘોષિત થતા જ તેમના સમર્થકો દ્વારા મીઠા મોં કરાવી વિજય સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. ઉપરોકત તસ્વીરમાં જુનાગઢની બેઠક પર વિજેતા થયેલ ભીખાભાઇ જોષી, માણાવદર જવાહારભાઇ ચાવડા,  વિસાવદર હર્ષદભાઇ રીબડીયા અને માંગરોળ બેઠક પર વિજેતા થયેલ બાબુભાઇ વાજા સહિતના ચારેય વિજેતાઓ વી ફોર વીકટરી વિજય મુદ્રામાં તેના સમર્થકો સાથે નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:45 am IST)