Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જામનગર સૈનિક સ્કુલ બાલાચડી દ્વારા ક્રોસ કન્ટ્રી સ્પર્ધા

 જામનગરઃ  તાજેતરમાં સૈનિક સ્કુલ બાલાચડી, જામનગરમાં અલગ-અલગ ગૃપમાં ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાનાએ ગૃપ (૯.૮ કી.મી.)માં સરદાર પટેલ સદનના ક્રેડેટ હરીઓમ અને ક્રેડેટ રોહીતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. જયારે બી ગૃપ (૪.૬ કી.મી.) માં આંગ્રે સદનના ક્રેડેટ ક્રિષ્નગોપાલે અને સી ગૃપ (૩.ર કિ.મી.)માં શાસ્ત્રી સદનના ક્રેડેટ શિવમ રાજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ. આ સ્પર્ધામાં સતત છઠ્ઠી વાર ચેમ્પીયનશીપ ટ્રોફી સરદાર પટેલ સદને જીતી હતી. સૈનિક સ્કુલ બાલાચડીના કાર્યકારી આચાર્ય લે. કર્નલ દિપક ચઢ્ઢાએ વિજેતાઓને મેડલ અને પ્રમાણપત્ર આપ્યા હતા. આ ઉપરાંત તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ મુકુન્દ બદીયાણી-જામનગર)

(11:44 am IST)