Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

દ્વારકા બેઠક ઉપર સતત ૭ મી વાર ધારાસભ્ય તરીકે પબુભા માણેક અજેય

મીઠાપુર-દ્વારકા, તા., ૧૯:  ગુજરાત રાજયની ચુંટણીમાં આ વખતે રસાકસીનો ખેલ જામ્યો હતો. તેમાં પણ ઓખામંડળમાં પબુભા માણેક કે જે પ્રખર શિવભકત અને ભામાશાનું બિરૂદ ધરાવતા પરીવારમાંથી હોય તેમને જ જીત મળશે એવી આશાઓ સેવાતી હતી ત્યારે પબુભા માણેેક પહેલેથી જ લીડ ઉપર હતા. ત્યાર બાદ એક પછી એક રાઉન્ડ પુરા થતા ગયા અને આખરે પબુભા માણેક વિજયી બન્યા હતા. આ સમાચાર મળતાની સાથે જ ઓખામંડળમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી અને સ્થાનીકોને પબુભાના ટેકેદારો પબુભાને મળવા તેમના નિવાસસ્થાને ધસી ગયા હતા. જો કે આ વખતે માણેક પરીવારમાં શોકનું વાતાવરણ હોય પબુભા દ્વાાર કોઇ વિજય સરઘસ ના કાઢી પોતાના મૃતક ભાઇને શ્રધ્ધાંજલી અર્પી હતી. પરંતુ ઓખા, સુરજકરાડી તેમજ દવારકા સંગઠન તેમજ સમર્થકો દ્વારા ફટાકડા ફોડી આ જીતને વધાવી લેવામાં આવી હતી. પબુભા માણેકે આ જીતને દ્વારકાધીશ અને શિવનો પ્રસાદ ગણાવી હતી. પબુભા માણેક આશરે ૬૯૪૩ મતોની લીડથી જીત્યા છે.

શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઇઓ ખવડાવી જાહેર જનતાનો આભાર માન્યો. હોમગાર્ડ ચોકમાં ભાજપની જાહેર સભા યોજાઇ દરેક સમાજના અગ્રણીઓએ પબુભા માણેકને અભિનંદન પાઠવ્યા. પબુભાના પુત્ર સહદેવસિંહે જાહેર જનતાનો આભાર માન્યો.

દ્વારકાવાસીઓની વિકાસના નામે ભાજપને ખોબે ખોબે મત આપી વિજયી બનાવવામાં ચાવીરૂપ ભુમીકા ભજવી છે.

દ્વારકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર માત્ર દ્વારકા શહેર દ્વારા ભાજપને મળેલી સાત હજારની જંગી લીડ નિર્ણાયક બની છે.

દ્વારકા શહેર સંગઠન દ્વારા દ્વારકાવાસીઓનો જાહેર આભાર વ્યકત કરાયો છે.

સતત ત્રીજી વખત ભાજપ તરફથી જીત થઇ છે. દ્વારકાની સીટ પરથી સતત સાત વખતથી પબુભા માણેક અજેય રહયા છે.

(11:43 am IST)