Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

મોદી અને શાહની સભા થઇ છતાં કોડીનારનો ભાજપના ગઢ ઉપર કોંગ્રેસ છવાયુ

રર વર્ષ બાદ કોંગી ઉમેદવાર વિજેતા : દિનુભાઇ સોલંકીની ગેરહાજરી, જેઠાભાઇ સોલંકીની ટિકીટ કપાતા હાર થઇ

કોડીનાર, તા. ૧૯ :  કોડીનાર (અ.જા.) વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે ભાજપને કારમો પરાજય આપી -ભાજપ પાસેથી આ બેઠક આંચકી લઇ, રર વર્ષથી ભાજપનો ગઢ ગણાતી કોડીનાર બેઠક કબ્જે કરી-કોંગ્રેસે ભવ્ય વિજય નોંધાવ્યો છે.

કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ વાળાનો ૧૪૭૬૦ મતોની સરસાઇની વિજેતા જાહેર થયા હતા. કોડીનાર બેઠક ઉપર કોંગ્રેસના મોહનભાઇ વાળાને ૭૧૮૦૯ મત જયારે ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરની પ૭૦૪૯ મત મળ્યા હતા. જયારે નોટાને રર૬૮ મતો મળ્યા હતા.

૧૪૭૬૦ મતો થી વિજયી બનેલા કોંગ્રેસનાં મોહનભાઇ વાળા અને તેમનાં સમર્થકો દ્વાર પેઢાવડા ગામની કોડીનાર સુધી વિજય સરઘસ કાઢી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

ભાજપ દ્વારા કોડીનાર બેઠક જાળવી રાખવા અથાગ પ્રયત્નો કરાયા હતા. ભાજપના રામભાઇ વાઢેરનાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહની સભા યોજવા છતાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા નિષ્ફળ નિવડી હતી.

કોડીનારમાં ભાજપનાં હારની મુખ્ય કારણોમાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીની ચૂંટણી સમયે જ કોડીનારમાં ગેરહાજરી ભાજપ મટો સૌથી મોટા ફટકા સમાન સાબીત થઇ છે. આ ઉપરાંત ભાજપે કોડીનારના સીટીંગ ધારાસભ્ય જેઠા સોલંકીની ટિકીટ કાપતા, જેઠા સોલંકી જુથની નારાજગી એ પણ હારમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત ખેડુતોનો અસંતોષ અને કોંગ્રેસ કરેલી ખેડૂતોની દેવા માફીની જાહેરાત પણ ભાજપની હારમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

(11:42 am IST)