Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જસદણમાં બાવળિયાનું પાંચ કી.મી. લાંબુ વિજય સરઘસ નિકળ્યુ

જસદણ વિધાનસભાની બેઠક પર ગઇકાલે સોમવારે કોંગ્રેસના ઉમેદવાર ડો.કુંવરજીભાઇ બાવળીયાનો વિજય થતા જસદણ વિંછીયા પંથકના તમામ ગામડાઓમાં ફટાકડાની આતશબાજી અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે ગ્રામ્યજનોએ આનંદ મનાવ્યો હતો ખાસ કરીને સાંજે શહેરના પાંચ કિલોમીટરના રૂટ પર વિજય સરઘસ નીકળ્યું ત્યારે જીત હાંસલ કરેલ બાવળીયા સાથે હાથ મિલાવવા, હારતોરા કરવા અભિનંદન આપવા રીતસરની પડાપડી થઇ હતી આ તકે ઉમેદવારની સાથોસાથ એમના નિકટના સાથી અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પોપટભાઇ રાજપરાએ લોકોનો આભાર વ્યકત કર્યો હતો તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી (જસદણ)

(11:41 am IST)