Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

રર વર્ષે તળાજામાં કોંગ્રેસનું સરઘસ નિકળ્યું

તળાજા, તા. ૧૯ :  વિધાનસભા-ર૦૧૭ના ચૂંટણી જંગમાં તળાજાની બહુમત મતદારોએ પરિવર્તન લાવ્યા. કોંગ્રેસના કનુભાઇ બારૈયાની પાતળી સરસાઇથી જીત થઇ. તેને લઇ આજે શહેરના મુખ્ય માર્ગો પર કહી શકાય કે રર વર્ષે બાદ કોંગ્રેસનું ભવ્ય વિજયોત્સવ યોજવામાં આવેલ હતું.

તળાજા વિધાનસભાના બહુમત મતદારોએ પ્રથમ વખત ગુજરાતની બહુમત જનતાના નિર્ણયથી અલગ નિર્ણય કરી ભાજપની વિકાસવાદની વાતને કોરાણે મુકી વ્યકિતને ધ્યાને રાખી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયાને પાંચ વર્ષ માટે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો છે. લગલગાટ બોમના ધડાકામાં વિજય સરઘસના માર્ગ પર કરવામાં આવ્યા હતા.

ખુલ્લા વાહનમાં સવાર વિજેતા કનુભાઇ બારૈયાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રજાના મતે ધારાસભ્ય બનેલ કનુભાઇની સાથે વાહનમાં જીલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, જીલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેન્દ્રસિંહ સરવૈયા, કનુભાઇ ચૌહાણ, તા. પં.ના સદસ્ય ગજુભા સરવૈૈયા તાલુકા પક્ષ પ્રમુખ દિગુભા ગોહિલ તખતસિંહ સરવૈયા, પાલીવાલ સમાજના લોકો, ઠાકોર સેના, મુસ્લીમ સમાજના યુવાનો સહિતના વાહનોના કાફલા સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

(11:40 am IST)