Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ગોંડલની ભાગોળે ટ્રકે બાઇકને ઉલાળતા નજમાબેનનું મોત

રાજકોટ, તા., ૧૯: ગોંડલની ભાગોળે  નેશનલ હાઇવે પર રામદ્વારા પાસે ટ્રકે બાઇકને ઉલાળતા મુસ્લીમ મહિલાનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ હાઇવે પર રામદ્વારા પાસે મોડી રાત્રીના ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઇક પાછળ બેઠેલ નજમાબેન  રઉફભાઇને માથામાં ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું. આ બનાવ અંગે શકીલ મેમણે ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે.

(7:01 pm IST)