Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જૂનાગઢના પીઆઇ રાજપૂત, પીએસઆઇ પરમાર, રામ અને જમાદાર બાબરીયા સસ્પેન્ડ

ફરજમાં બેદરકારી સબબ એસ.પી. નિલેશ જાજડીયાનું કડક પગલું

જૂનાગઢ તા. ૧૯ : જૂનાગઢના પી.આઇ. રાજપૂત, પીએસઆઇ પરમાર તથા રામ અને તાલુકા જમાદાર બાબરીયાને ફરજમાં બેદરકારી બદલ એસ.પી. નિલેશ જાજડીયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

 

ગત સપ્તાહમાં સ્ટેટ વીજીલન્સે દરોડો પાડીને જુનાગઢમાં ભંગાર બજાર પાસેના રહેણાંક મકાનમાં ચાલતુ જુગારધામ પકડી પાડયું હતું.

આ પ્રકરણમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ એસ.પી. નિલેશ જાજડીયાએ તાકીદની અસરથી એ-ડીવીઝનના પી.આઇ. આર.એસ.રાજપૂત અને ડી-સ્ટાફ પી.એસ.આઇ. એ.કે.પરમારને સસ્પેન્ડ કરતો હુકમ જારી કર્યો હોવાનું જાણવા મળેલ છે.

આ ઉપરાંત ગત વીકમાં ડીજી વિજીલન્સે જુનાગઢના ખામધ્રોળ ગામ પાસેના ગોડાઉનમાં દરોડો પાડીને રૂા. ૧૩.૮૦ લાખના વિદેશી દારૂ સાથે ૧૨ શખ્સોને ઝડપી લઇને કુલ રૂા. ૨૭.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ પ્રકરણના પગલે આઇજીપી ડો. રાજકુમાર પાંડીયનની સુચનાથી જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડીયાએ તાલુકા પી.એસ.આઇ. આર.જે.રામ અને પોલીસ જમાદાર આર.બી.બાબરીયાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

આમ, એકી સાથે ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્શન પકડાવી દેવામાં આવતા પોલીસ બેડામાં સનસની ફેલાઇ ગઇ છે.

(11:39 am IST)