Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જામકંડોરણા પાસે એસ.ટી. બસ મોટર સાયકલ વચ્ચે અકસ્માતઃ યુવાનનું મોત

ભોગ બનનારના વાલીવારસની શોધઃ ડાબા હાથમાં 'કારો', જમણા હાથમાં અંગ્રેજીમાં 'કે' ત્રોફાવેલ

ધોરાજી તા. ૧૯ : જામકંડોરણાના રાયડી - તરવડા વચ્ચે એસ.ટી. બસ - મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અજાણ્યો યુવાન 'કાળ'ના મુખમાં ધકેલાયો હતો.

વિગત મુજબ કોડીનાર - જામનગર રૂટની એસ.ટી. બસ નં. જીજે૧૮ઝેડ-૨૩૪૮ જામકંડોરણા તરફ જતી હતી ત્યારે રાયડી - તરવડા વચ્ચે હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે૫એઇ-૮૩૦૦ સાથે અથડાતા ચાલકનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

ભોગ બનનાર અજાણ્યા યુવાનની ઓળખ થઇ ન હોવાથી મૃતદેહ ધોરાજીના સરકારી દવાખાને રખાયો છે... લાલ - ગ્રે કલરનું ટી-શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલા યુવાનના ડાબા હાથમાં 'કારો' તથા જમણા હાથમાં અંગ્રેજીમાં 'કે' ત્રોફાવાયુ છે. જે કોઇને ભાળ મળે તેમણે ધોરાજી પોલીસના જમાદાર વિરમભાઇ વાણવી (મો. ૯૮૯૮૫ ૯૧૯૫૯) અથવા પોલીસ સ્ટેશન (૦૨૮૨૪) ૨૨૧૮૭૦ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.

આ અંગેની જાણ થતાં જ માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકી, અશોકભાઇ રાખોલીયા, ડો. સી.વી.બાલધા સહિતનાએ મૃતકના સગા-સંબંધીને શોધવા વિવિધ ગામોમાં ફોન પણ જોડયા હતા.

(11:39 am IST)