Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ઠંડા પવનનો સપાટો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો યથાવત છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઠંડીમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે અને સર્વત્ર મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણ પલ્ટા સાથે ઠંડીમા ઘટાડો નોંધાયો છે. જ્યારે ઠારમાં વધારો થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર પવનના સુસવાટા ફુંકાઈ રહ્યા છે જેના કારણે રાત્રીના અને વહેલી સવારના ઠંડીની અસર વર્તાય છે.

આજે કચ્છના નલીયા, ભુજમા ૧૧.૬ ડિગ્રી, ડીસા ૧૨.૬, રાજકોટ ૧૭.૩ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

સોરઠમાં સવારથી  વરસાદી માહોલ

જૂનાગઢઃ જૂનાગઢ સહિત સોરઠમાં સવારથી વરસાદી માહોલ પ્રવર્તે છે. હવામાનમાં પલ્ટો આવતા ઠંડીમાં ઘટાડો થયો છે.

આજે સવારથી વાતાવરણ પલ્ટાયુ છે. વહેલી સવારથી આકાશમાં વાદળા થઈ ગયા છે. સૂર્યનારાયણના દર્શન પણ શકય બન્યા ન હતા. સવારે ૮ વાગ્યે માંડ માંડ સૂર્યનારાયણ વાદળા પાછળથી નીકળી શકયા હતા.

આ લખાય છે ત્યારે પણ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વાદળીયુ વાતાવરણ પ્રવર્તે છે અને કમોસમી વરસાદની શકયતા જોવાઈ રહી છે.

આ સ્થિતિ વચ્ચે સવારનું લઘુતમ તાપમાન ૧૬.૭ ડીગ્રી નોંધાતા ઠંડી નહિવત થઈ ગઈ હતી. વાતાવરણમાં ભેજ ઘટીને ૬૨ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૬ ગતિ રહી છે.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ૨૯ મહત્તમ, ૧૬.૮ લઘુતમ, ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.

કયાં કેટલી ઠંડી ?

શહેર

લઘુતમ તાપમાન

નલીયા

૧૧.૬  ડીગ્રી

ભૂજ

૧૧.૬   ''

ડીસા

૧૨.૬    ''

કંડલા એરપોર્ટ

૧૨.૭    ''

ગાંધીનગર

૧૩.૦    ''

વલસાડ

૧૩.૬    ''

ન્યુ કંડલા

૧૪.૦    ''

અમદાવાદ

૧૫.૭    ''

વડોદરા

૧૬.૪    ''

જૂનાગઢ

૧૬.૭    ''

જામનગર

૧૬.૮    ''

રાજકોટ

૧૭.૩    ''

(11:38 am IST)