Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ખંભાળીયામાં ગઢવી ચારણ સમાજ દ્વારા કાલે આઇ સોનલમાં જન્મોત્સવની ઉજવણી

શોભાયાત્રા, લોકડાયરો પ્રસાદ સહિત વિવિધ કાર્યક્રમો

ખંભાળીયા તા.૧૯ : ગઢવી (ચારણ) સમાજ દ્વારા સોનલ માતાજીના ૯પમાં જન્મોત્સવ નિમિતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવશેે. આદ્યદેવી આઇ સોનલ માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવા માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ચારણ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

માતાજીના ગુણગાન ગાવા માટે આઇ છોરૂઓ માં સોનલની આરાધના કરવા માટે થનગની રહ્યા છે. એવી માતાજીની સોનલ બીજની આગામી તા.ર૦ બુધવારના રોજ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ખંભાળીયા જડેશ્વર રોડ પર આવેલ માં સોનલ ધામ મંદિર ખાતે ખંભાળીયા સમસ્ત ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી કરવામાં આવશે. સવારે ૭-૩૦ કલાકે સમૂહ ભોજન, બપોરે ૪ કલાકે ચારણ સમાજની પરંપરાગત ચારણી રમત (મણીયારો) સાંજે ૭ કલાકે સંધ્યા આરતી તથા રાત્રીના ૯-૩૦ કલાકે લોકડાયરામાં વિજય ગઢવી, દલસુખ પ્રજાપતિ, હરેશદાન ગઢવી, લોક સાહિત્ય કલાના કંઠ પાથરશે. કાર્યક્રમ દરમ્યાન બપોરે ૩ કલાકે આઇ દેવલ માં સમસ્ત ગઢવી સમાજને આશીર્વચન પાઠવશે. ઉપસ્થિત મહેમાનોનું સન્માન સમારોહ સાથે રાખવામાં આવેલ છે. ભવ્યાતી ધર્મોત્સવમાં પધારવા સમસ્ત ગઢવી સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(9:26 am IST)