Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

પ્રભાસ પાટણમાં બેટર એજયુ. સોસાયટી ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ છાત્રોનું સન્માન

પ્રભાસ પાટણ : ઘાંચી સમાજના જમાત ખાનામાં બેટર એજયુકેશન સોસાયટી એન્ડ ટ્રસ્ટ દ્વારા આયોજીત ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ ર૦૧૭ યોજાયો હતો. આ સમારોહમાં ધોરણ-૧૦થી અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજયુએટ) સુધીના ૪ર વિદ્યાર્થીઓને તેમને મેરીટ ગુણને આધારે ઇનામ આપવામાં આવેલ તેમજ સરકારી-અર્ધસરકારી સેવાઓમાં આવેલ. આ સન્માન સમારોહમાં પ્રભાસ પાટણ, કાજલી અને નાવદ્રા ગામના વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે સેન્ટ મેરી સ્કુલના પ્રિન્સીપાલ ફાધર જોસ્તકલાથિલે કરાન, બાયબલ, ભગવત ગીતા અને ખલિલ જિબ્રાન ઉપર વકતવ્ય આપ્યુ હતુ. પાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી જણાવેલ કે જીવનમાં વિદ્યા (જ્ઞાન-નોલેજ) વ્યકિત અને સમાજમાં કે વો-બદલાવ લાવી શકે છે એવી વાત કરેલ, અનુપમ સ્કુલના આચાર્યા-જુનાગઢ બાબાભાઇ મુન્સીએ ગુણવતાસભર શિક્ષણની વાત કરેલ અને વધારે મહેનત કરી વિદ્યાર્થી પોતાનુ મેરીટ પોતાની મનગમતી વિદ્યા શાખામાં આસાનીથી પ્રવેશ મેળવી શકે આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ મોડીયા અને ચમનભાઇ ગોવાલે પ્રવચન કર્યુ હતુ. આ તકે હાજી રીયાઝ, વેરાવળ પટણી સમાજના પ્રમુખ અનવરભાઇ ચૌહાણ, ઇસ્માઇલભાઇ સમરા, અલીમહમદભાઇ સમરા, ઘાંચી સમાજના પ્રમુખ નુરદીનભાઇ કાલવાત, પટણી સમાજના પ્રમુખ યુસુફભાઇ પાકીઝા, સીદીકભાઇ સુલતાનજી, અબ્દુલભાઇ સુમરા (કાજલી), ઇબ્રાહીમભાઇ ચૌહાણ (નાવદ્રા), યુસુફભાઇ સફી મરીન, સૈયદ આરીફબાપુ, શબ્બીરબાપુ, સોયબ ગઢીયા, આ કાર્યક્રમમાં હાજર રહેલ હતા. સંચાલન સંસ્થાના પ્રમુખ આઇ.આઇ.અગવાને અને આભારવિધિ હુસેનભાઇ ગઢીયાએ કરી હતી. (તસ્વીર-અહેવાલઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(9:26 am IST)