Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

દ્વારકા જિલ્લામાં વેકેશન દરમ્યાન ત્રણ દિવસ 'નાસ' પરીક્ષા કરનાર શાળાઓને ૩ દિ'નું વધુ વેકેશન

ખંભાળીયા, તા. ૧૯ :. તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ એચીવમેન્ટ સર્વે 'નાસ' અંતર્ગત દ્વારકા જિલ્લાની જુદી જુદી ૬૧ શાળાઓમાં પરીક્ષા લેવામાં આવી હતી તથા તેના અંતર્ગત તા. ૧૦, ૧૧, ૧૨ નવેમ્બર દિવાળી વેકેશનના સમયમાં શાળા ચાલુ રાખીને શિક્ષકો તથા વિદ્યાર્થીઓને બોલાવાયા હતા તથા કામગીરી થઈ હતી. આ 'નાસ'ની કામગીરીમાં ભાગ લેનારી શાળાઓમાં અન્ય શાળાઓમાં દિવાળી વેકેશન ૨૧-૧૧ સુધી હતુ તથા ૨૩-૧૧-૨૧થી શાળાઓ શરૂ થવાની હતી પરંતુ 'નાસ' કામગીરીમાં જોડાયેલ શાળાઓએ ૨૩-૧૧ના બદલે ત્રણ દિવસ મોડું ૨૬-૧૧-૨૧થી શાળા શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભાવસિંહ વાઢેર દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.

(3:30 pm IST)