Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ધ્રોલમાં વિજ શોકથી ૨ મોરના મોત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૩૧૯ : ધ્રોલ મોરબી નાકા પાસે વિજશોક લાગવાથી ૨ રાષ્ટ્રીય પક્ષી મોર ના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મોરબી નાકા પાસે બે મોર ને વિજશોક લાગ્યા અંગેની જાણ તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધ્રોલ ને થતા સ્ટાફને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી માદા મોર જીવ -૧ ને સારવાર માટે પશુ દવાખાના ખાતે મોકલેલ જેનું સારવાર દરમ્યાન આજે રેન્જ રેસ્ક્યુ સેન્ટર ખાતે વહેલી સવારે મૃત્યુ થયેલ છે,જ્યારે નર મોર જીવ-૧ નું ટ્રાન્સફોર્મર પર જ શોક લાગવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ.,બંને મોર ના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે મોકલી જવાબદારો સામે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે એવુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ. એમ.મકરાણીની યાદીમાં જણાવેલ છે.

બંને મૃતદેહોની અંતિમ વિધિ પુરા રાષ્ટ્રીય સન્માન સાથે મદદનીશ વન સંરક્ષક શ્રી  જામનગર ની હાજરી માં રેન્જ ઓફીસ ખાતે કરવામાં આવી.

(12:37 pm IST)