Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જુનાગઢ મનપામાં ભરતીમાં આર્થીક નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત

શહેરમાં વિવિધ વિકાસ કામો માટે રાજય સરકાર દ્વારા મળેલા રૂ. ૩૯.૪૦ કરોડનું આયોજનઃ સ્ટેન્ડીંગ કમીટીમાં વિવિધ દરખાસ્તોને લીલીઝંડી

જુનાગઢ, તા., ૧૯: જુનાગઢ મહાનગર પાલીકાની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં રાજય સરકાર દ્વારા મળેલ અંદાજીત રૂ.૩૯.૪૦ કરોડની ગ્રાન્ટનું આયોજન સહીતની દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

જુનાગઢ મહાનગર પાલીકાની સતાવાર યાદીમાં જણાવ્યું છે કે આજ રોજ જુનાગઢ મહાનગર પાલીકાની સ્થાયી સમીતીની બેઠક ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, નાયબ કમિશ્નર નંદાણીયા સાહેબ તથા ઉપસ્થિત સદસ્યશ્રીઓ શશીકાંતભાઇ ભીમાણી, સંજયભાઇ કોરડીયા, ગીરીશભાઇ કોટેચા, બાલાભાઇ રાડા, કીરીટભાઇ ભીભા, શીલ્પાબેન જોષી, આદ્યશકિતબેન મજમુદાર, સરલાબેન સોઢા, સેક્રેટરી અને ઉપસ્થિત અીધકારીઓ વચ્ચે યોજવામાં આવેલ હતી. જે અગાઉ મેયર સ્થાયી સમીતી ચેરમેન દંડક શહેર પ્રમુખ મહામંત્રીઓ તથા ઉપસ્થિત સદસ્યશ્રીઓ દ્વારા સંકલનની બેઠક યોજી સમગ્ર આયોજન નક્કી કરવામાં આવેલ હતું.

ત્યાર બાદ યોજાયેલ સ્થાયી સમીતીની બેઠકમાં આજરોજ જુનાગઢ મહાનગર પાલીકાને રાજય સરકાર તરફથી મળેલ ૧૪ માં નાણાપંચની ગ્રાન્ટ (૧૯૪ર૦)તથા ૧૪ માં નાણાપંચની પરફોર્મન્સ ગ્રાંટ (૧૭*૧૮) તથા સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના એમ મહત્વની ત્રણેય ગ્રા઼ટો મળી કુલ રકમ રૂ. ૩૯ કરોડ ૪૦ લાખ જેવી માતબર રકમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં વોર્ડવાઇઝ પ્રાથમીક સુવિધા માટે કોર્પોરેટરોને કામો સુચવી વિકાસકામો હાથ ધરવા માટે રકમ ફાળવણી કરવામાં આવેલ છે. તો એસસીએસપી (અનુસુચીત જાતી વિસ્તારો) હેડ તથા ટીએએસપી (પછાત વર્ગ વિસ્તારો)ના હેડની રાજય સરકાર દ્વારા ફાળવાયેલ રકમ વસ્તી આધારીત વોર્ડોમાં ફાળવણી કરી આયોજન હાથ ધરી આપવામાં આવેલ છે. જયારે વિશેષમાં શહેરના મુખ્યકામોમાં શહેરના નરસિંહ મહેતા સરોવરના ડેવલોપમેન્ટ માટે રુા. પ કરોડ, વિલીગ્ડન ડેમના વિકાસ માટે રૂ. ૩ કરોડ, ડંમ્પીંગ સ્ટેશન તૈયાર કરવા માટે રૂ. ૧.પ કરોડ શહેરમાં બાકી રહેલા વોર્ડ વિસ્તારોમાં પાણી પુરવઠાના કામો હાથ ધરવા માટે રૂ. ર કરોડ (જેથી સંપુર્ણ શહેરમાં મહાનગર પાલીકા દ્વારા પાણી વિતરણ શરૂ થઇ શકે અને ૧૦૦ ટકા પાણી વ્યવસ્થા મહાનગર પાલીકા દ્વારા થાય), ફાયર સ્ટેશન નિર્માણ કરવા માટે રૂ. ૧ કરોડ, શહેરમાં જરૂરી લાઇટના કામો તથા વ્યવસ્થા ઉભી કરવા માટે રૂ. ૧ કરોડ શહેરમાં આવેલ માર્ગોની સુધારણા માટે રૂ. પ કરોડ તથા શહેર સુશોભન પાર્ક સુશોભન ફુવારા જેવા સુશોભનાત્મક કાર્યો હાથ ધરવા માટે તથા સર્કલો પર નવી શોભા ઉભી કરવા માટે રૂ. ૮પ લાખ ફાળવણી કરી કુલ આશરે ૧૮ કરોડના મુખ્ય કામો હાથ ધરવા માટે નિર્ણય લેવામાં આવેલ છે.

જયારે વિશેષ નિર્ણયોમાં શહેરમાં રખડતા કુતરાઓને સ્ટરીલાઇઝેશન તથા ઇમ્યુનાઇઝેશન કામગીરી કરવા અર્થે ટેન્ડરની શરતો મંજુર કરવામાં આવેલ છે. મહાનગર પાલીકામાં આર્થિક રીતે નબળા વર્ગો માટે સીધી ભરતીમાં ૧૦ ટકા અનામતની જોગવાઇ રાખવાના સરકારશ્રીના પરીપત્રને અનુલક્ષી અત્રેની કચેરીમાં અમલવારી કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવેલ છે તથા શહેરના વિવિધ વોર્ડોમાં વિકાસકાર્યો હાથ ધરવા માટે ટેન્ડર પ્રક્રિયાને પણ મંજુરી આપવામાં આવેલ છે.

આમ સમગ્રપણે આજ રોજની બેઠકમાં રાજય સરકારશ્રી દ્વારા ફાળવેલ તમા રકમનું આયોજન હાથ ધરવામાં આવેલ અને લોકહિતના કાર્યો સત્રે હાથ ધરાય તેવી કાર્યવાહી કરવામાં આવી છે તેમ યાદીના અંતમાં જણાવાયેલ છે.

(1:05 pm IST)