Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જાંબુડામાં નેટબોલ સ્પર્ધા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજીત અને રમત ગમત કચેરી જામનગર સંચાલિત રાજયકક્ષાની ભાઇઓ-બહેનોની અંડર-૧૪ નેટબોલ સ્પર્ધા જાંબુડા મુકામે બી.ડી.કાલરીયા હાઇસ્કુલ ખાતે યોજાયેલ જેનો પ્રારંભ ટ્રસ્ટના ગીરધરબાપા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, રમત ગમત અધિકારી ભગીરથસિંહ જાડેજા, વ્યાયામ મંડળ રઅવલ્લીના દિનેશભાઇ ચૌધરીએ ઉપસ્થિત રહી કરાવેલ... આ સ્પર્ધામાં ગુજરાતભરમાં થી ૩૦ જેટલી ભાઇઓ-બહેનોની ટીમો એ ઉપસ્થિત રહી પોતાની રમતનું કૌશલ્ય દર્શાવેલ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા હાઇસ્કુલ તથા રમત ગમત કચેરીનો સ્ટાફ પ્રયત્નશીલ રહેલ (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(1:04 pm IST)