Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વાંકાનેરમાં ૨૪મીએ પ્રેસ ફોટોગ્રાફર ભાટી એનનો સન્માન સમારોહ કમ તસ્વીર પ્રદર્શન

વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં તૃતિય પર્વ છાત્ર આચાર્ય સંમેલન સાથે બેનમુન આયોજન

વાંકાનેર તા.૧૯ : વાંકાનેરની વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલમાં તૃતિય પૂર્વ છાત્ર આચાર્ય સંમેલન તા.૨૪ના રોજ યોજવાની સંગામે વાંકાનેર ફોટોગ્રાફર ભાટી એન (વાંકાનેર)નું માદરે વતન ખાતે સન્માન સમારોહ યોજાનાર છે.

વાંકાનેરમાં પોતાના નામ સાથે જોડીને પોતાને વિશ્વના નકશામાં તો મૂકયુ પણ પોતાનુ ગામ વાંકાનેરને સજોડે રાખતા આવ્યા છે. છેલ્લા ૩૫ વર્ષથી ભાટી એન તસ્વીરકળાના ભેખધારીએ પોતાની આજીવિકાની પરવા કર્યા વિના ગુજરાતી સંસ્કૃતિ સ્થાપત્યો મેળા વન્યસૃષ્ટિનો સાથે ફોટો જર્નાલીસ્ટ તરીકે ગુજરાતના તમામ દૈનિકોમાં સમયાંતરે પોતે પાડેલ તસ્વીર અસંખ્ય છવાયેલ છે. તેની નીચે ભાટી એન વાંકાનેર અચુક વાંચવા મળતુ હોય છે. નિરંતર ૩પ વર્ષથી પોતાનુ સીટી વાંકાનેરને કદી ભૂલ્યા નથી. તસ્વીરકળામાં ગુજરાતનું નામ રોશન કરેલ છતા તેને વાંકાનેરમાં જ રહેવાનુ મુનાસીબ માની વાંકાનેરને પોતાના દિલમાં સદાય રાખ્યુ છે. વાંકાનેરને પ્રગતીમાં ભાટીએનની જાગૃતિનો સમાજ સેવાનો સિંહ ફાળો રહ્યો છે. ભાટીએને ઘણી ખરી અલભ્ય તસ્વીરો સ્ટોરીઓ વાંકાનેરમાંથી મળી છે. તો તે પ્રજાના પ્રાણ પ્રશ્નો હોય કે ઉત્સવ સંસ્કૃતિને વાઇલ્ડ લાઇફને સદાય ચમકાવતા આવ્યા છે. ભાટીએનની બળુકી બોલતી તસ્વીરના કારણે વાંકાનેરના પ્રાણપ્રશ્નોને વાચા આપી અને સમાજનું ઉત્થાન પ્રગતીમાં સતત પોઝીટીવ શોચ રાખી આજે વાંકાનેર ભાટીએનનુ વાંકાનેર ગણાય છે. આવી ઓળખ આપી છે.

ભાટી એનને વાંકાનેરની તમામ જનતા નામજોગ ઓળખે છે. વાંકાનેરનો છેવાડાનો વિસ્તાર વીશીપરા, મિલપ્લોટ, મિલકોલોની વિસ્તારના સતત ૩ ટર્મથી કાઉન્સીલર છે. પોતાના વિસ્તારના વિકાસમાં પણ પ્રવૃત રહે છે.

ભાટી એનને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ પુરસ્કાર ૨૦૧૧-૨૦૧૨માં આપેલ. સરકારે શ્રેષ્ઠ ફોટોજર્નાલીસ્ટ એવોર્ડ ૧૯૯૯-૨૦૦૦માં તેમજ તાજેતરમાં ગુજરાત મીડીયા એવોર્ડ ૨૦૧૯માં શ્રેષ્ઠ ફોટોગ્રાફરનો એવોર્ડ અમદાવાદ ખાતે અપાયેલ. તેઓએ પૂ.મોરારીબાપુનો ફોટો આલ્બમ પ્રવિણ પ્રકાશને બહાર પાડેલ છે. શુરવીર પાળીયા પુસ્તક ગુજરાત કલા પ્રતિષ્ઠાન બહાર પાડેલ છે તેમજ અસંખ્ય તસ્વીર પ્રદર્શન યોજવાનુ કે આ તૃતીય પુર્વછાત્ર આચાર્ય સંમેલનમાં ઇ.સ.૧૯૭૭થી ઇ.સ.૨૦૧૪ સુધીના ૧૦૦૦ વિદ્યાર્થીઓ ભણી ગયેલ તેમની હાજરીમાં ભાટી એનનુ સન્માન કરવાની જાહેરાત વિદ્યાભારતીના વડા લલીતભાઇ મહેતાએ કરેલ છે.

(11:57 am IST)