Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ગાંધી વિચારને સમજવા માટે વિનોબાને સમજવા અનિવાર્ય છે : પૂ.મોરારીબાપુ

પવનારધામ વિનોબા ભાવે આશ્રમે મિત્ર મિલન કાર્યક્રમ સંપન્ન

ઇશ્વરીયા તા.૧૯ : ગાંધી વિચારને સમજવા માટે વિનોબાને સમજવા અનિવાર્ય છે. તેમશ્રી મોરારીબાપુએ પળનાર વિનોબા આશ્રમમાં મિત્રમિલન કાર્યક્રમમાં કહ્યુ હતુ.

પવનાર ધામ વિનોબા આશ્રમમાં યોજાયેલ મિત્ર મિલન કાર્યક્રમમાં શ્રી મોરારીબાપુએ કહ્યુ કે રામને સમજવા માટે હનુમાનજીને સમજવા આવશ્યક છે. તે રીતે જ ગાંધી વિચારને સમજવા માટે વિનોબાને સમજવા અનિવાર્ય છે. મહાત્મા ગાંધી પછી સત્યનો આગ્રહ રાખનાર વ્યકિત માત્ર આચાર્ય વિનોબા ભાવે જ રહ્યા હતા.

શ્રી રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં શરૂ થયેલ ગંગાજળ સાક્ષરતા યાત્રા સંદર્ભે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી મોરારીબાપુએ ગંગા બચાવવાનુ કામ મહત્વનુ ગણાવી સૌ સાથે હોવાનુ કહ્યુ. શ્રી રાજેન્દ્રસિંઘે કહ્યુ કે આધુનીક શિક્ષણ પ્રણાલી પાણી શોષણ કરતા શિખવી રહે છે. જયારે ભારતીય શિક્ષણ પ્રણાલી પાણીનુ શોષણ શીખવતી હતી. વિનોબા અને ગાંધીજી ભારતીય શિક્ષા પધ્ધતીમાં વિશ્વાસ રાખતા હતા. પળનારના આ જળસાક્ષરતા યાત્રા કાર્યક્રમમાં દેશના વિભિન્ન ભાગના કાર્યકર્તાઓ જોડાયા છે.

(11:56 am IST)