Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વાંકાનેરમાં લાઇફ મિશન દ્વારા પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવો સાથે કાપડની થેલીનું વિતરણ

વાંકાનેર તા.૧૯ : અહી લાઇફ મિશન સંસ્થા દ્વારા પ્લાસ્ટીક હટાવો પર્યાવરણ બચાવો ગૌમાતા રક્ષણ કરોના સુત્રોચ્ચાર સાથે શહેરના માર્કેટચોકમાં છાવણી નાખી જનજાગૃતિ કાર્યક્રમ સાથે બે હજાર થેલીનુ નિઃશુલ્ક વિતરણ કરી લોકોને પ્લાસ્ટીક થેલી નહી વાપરવા આગ્રહભરી અપીલ કરી હતી.

લાઇફમીશનના પ્રણેતા શ્રી રાજ રાજેશ્વર ધામ જાખણ (લીંમડી) યોગ આશ્રમ અને યોગ સાધક પ.પુ. સ્વામી શ્રી રાજર્ષિ મુનીજીના આશિર્વાદ સાથે પ્રેરણા સાથે ધર્મકાર્ય સાથે સંસ્કૃતિ પ્રજાને સાચા અને સારા માર્ગે લઇ જઇ વ્યસનો મુકત જીવન સાથે પર્યાવરણની જાળવણી સ્વસ્થતા માટે સમગ્ર દેશમાં પ્રયાસો થઇ રહ્યા છે. પ્લાસ્ટીકનો વપરાશ અને તેમા વીટીને ફેકાતો કચરો ગૌમાતા ખાય છે જેને લઇ હજારો ગૌવંશો મૃત્યુ પામે છે. ત્યારે દરેક મનુષ્ય જીવોએ પ્લાસ્ટીકનો સ્વેચ્છાએ વિરોધ કરી તેને વાપરવાનુ બંધ કરી પર્યાવરણ અને ગૌમાતાનુ જતન કરવાના શુભ સંદેશા સાથે વાંકાનેર લાઇફ મીશનના મંગલાચાર્યજી (ફતેસિંહજી જાડેજા)ના નેતૃત્વમાં માર્કેટચોકમાં બે હજાર થેલીનુ નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયેલ જેમાં વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણી મોરબી જીલ્લા ભાજપ  વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઇ વ્યાસ, મહામંત્રીઓ મેરૂભાઇ સરૈયા, ગજેન્દ્રસિંહ રાઠોડ, મનુભાઇ સારેસા, ચિરાગભાઇ સોલંકી ઉપરાંત લાઇફ મિશનના દિલીપભાઇ ઝાલા, ચંદુભાઇ સંઘાણી (પ્રમુખ), મનહરસિંહ ઝાલા, અજય આચાર્ય, દિલીપભાઇ શુકલ, સુરેશ ભોજક, મહેુલભાઇ પડીયા, રમુભા ઝાલા સહિતના સેવકો આ સામાજીક કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર લાઇફ મિશન સંસ્થાના આ પ્રેરણારૂપ કાર્યની શહેરમાં પ્રશંસા થઇ હતી. સાથે દરેક સામાજીક ધાર્મિક સેવાકીય સંસ્થાઓ જો આવા પ્રયત્નો કરે અને પ્લાસ્ટીક હટાવો સ્વચ્છતા જાળવો પર્યાવરણ બચાવોના કાર્યો કરે તો એ ખરા અર્થમાં સાર્થક કાર્ય ગણાય.

(11:54 am IST)