Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ટ્રેનમાં ચડતી વેળાએ પગ લપસી જતા રાજકોટના કિશોરનું મોત

મહેશ પરિવાર સાથે સોમનાથ દર્શનાર્થે જતો'તોને કાળ ભેટી ગયો

જેતપુર તા૧૯ : નવાગઢ રેલ્વે સ્ટેશને ટ્રેઇનમાં ચડતા પગ લપસી જતા રાજકોટના કિશોરનું મોત નિપજયું હતું.જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ કુવાડવા રોડ BMW ના શો રૂમ પાસે રહેતા મહેશ જગદીશભાઇ કાંઝીયા (ઉ.વ. ૧૬) નામનો  કિશોર તેમના પરીવાર સાથે સોમનાથ દર્શનાર્થે જવા ગઇકાલે સોૈરાષ્ટ્ર મેઇલમાં નીકળેલ જેઓ  નવાગઢ રેલ્વે સ્ટેશને પહોંચતા મહેશે પાણીની બોટલ ભરવા નીચે ઉતરેલ દરમ્યાન ટ્રેઇન ચાલુ થઇ જતા ચાલુ ટ્રેઇને ચડવા જતા ટ્રેઇનની હેઠળ આવી જતા કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું આ અંગેની જાણ સોૈરાષ્ટ્ર મેઇલના ડ્રાઇવરને થઇ જતા તત્કાલ ટ્રેઇન રોકી દીધેલ. આ બનાવ અંગેની જાણ શહેર પોલીસને કરતા પોલીસે મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્પીટલે લાવી આગળની કાર્યવાહી હાથ કરેલ.

પુસ્તક વિમોચન

 પદ્મ શ્રી ડો.એમ.એચ. મહેતાના અધ્યક્ષ સ્થાને શિશુવિહાર બુધસભાનાં પ્રાંગણમાં જાહન્વી નિરક્ષીર પુસ્તકનું વિમોચન કવિ રાજેન્દ્ર શુકલના વરદ હસ્તે થયું. આ પ્રસંગે શ્રી ભાગીરથીબેન મહેતાની સ્મૃતિમાં પ્રાધ્યાપક ડો. ઉષાબેન ઉપાધ્યાયનું કવયિત્રી સન્માન યોજી તેમને રૂપિયા ૧૧,૦૦૦/ના પુરસ્કાર અને ટ્રોફી એનાયત થયા. ગુજરાત રાજયના પ્રથમ પંકિતના કવિ વિનોદભાઇ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ ૨૪માં સન્માન સમારોહ સાથે પ્રાધ્યાપક તખ્તસિંહજી પરમારની શતાબ્દી વંદના કરવામાં આવી.

(3:57 pm IST)