Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જામનગરમાં જુગારખાનુ ઝડપાયું:૭ સ્ત્રી-પુરૂષોને ૪૯ હજારની રોકડ સાથે પકડી લેવાયા

જામનગર તા. ૧૯: અહીં જામનગર ખાતે જુગાર ખાતામાં ૭ સ્ત્રી-પુરૂષોને શહેર પોલીસે ઝડપી લઇ કુલ ૪.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરતાં સનસનાટી મચી જવા પામી હતી.

આ અંગે શહેર પોલીસે સતાવાર જાહેર કર્યા મુજબ જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફે જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન એલ.સી.બી.ના ફીરોજભાઇ દલ તથા નિર્મળસિંહ બી. જાડેજા તથા કમલેશભાઇ રબારીને મળેલ બાતમી હકીકત આધારે જામનગર શહેરમાં ગ્રીનસીટી શે.નં. ૩ ગોલ્ડન એવન્યુ એપાર્ટમેન્ટ-૪ ફલેટ નં. ૨૦૪ માં રહેતા વીરમભાઇ ખીમાણંદભાઇ ગઢવી બહારથી માણસો ભેગા કરી ગંજી પાના વડે તીનપતી રોન પોલીસ નામના જુગાર ચલાવતા હોય જે જુગારના અખાડા ઉપરથી નીચે લખ્યા સ્ત્રી-પુરૂષોના કબજામાંથી રોકડ રૂ. ૪૯,૫૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-પર તથા એક ફોરવ્હિલ કાર, મો.સા. -૩ મળી કુલ કિ.રૂ. ૪,૩૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી તેમના વિરૂદ્ધ પો.હેડ કોન્સ. ખીમભાઇ ભોચીયાની ફરીયાદ આધારે પો.સબ. ઇન્સ.શ્રી. આર.બી. ગોજીયાએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

જેમાં (૧) વીરમભાઇ ખીમાણંદભાઇ ધારાણી રહે. કામદાર કોલોની શે.નં.૮ જામનગર,(ર) દેવશીભાઇ રમણભાઇ ગોજીયા રહે. વુલનમીલ પ્રજાપતિની વાડીની બાજુમાં, મયુરનગર જામનગર, (૩) નટુભા ખેતાજી જાડેજા રહે. ધરારનગર-૨, સાત નાલાની બાજુમાં જામનગર, (૪) સતીબેન વા.ઓ. દેવાયતભાઇ ભીમાભાઇ ડાંગર રહે. જામનગર, (૫) ગીતાબેન વા.ઓ. ચંપકભાઇ રામભાઇ વાંસજાળીયા રહે. જામનગર, (૬) રોશનીબેન વા.ઓ. રાકેશભાઇ રમેશભાઇ વાધવાણી રહે. જુનાગઢ, (૭) સવીતાબેન વા.ઓ. માલદેભાઇ ભીમાભાઇ નંદાણીયા રહે જામનગર વગેરેનો સમાવેશ થાય છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયાની સુચના થી પો.સ.ઇ. શ્રી વી.વી. વાગડીયા, શ્રી કે.કે. ગોહિલ, શ્રી આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઇ આહીર, બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, રઘુવિરસિંહ પરમાર, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, કમલેશભાઇ રબારી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, દિનેશભાઇ ગોહિલ, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ હતી.

એકીબેકી નામનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા

જામનગર : અહીં સીટી એ. ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફીરોઝભાઈ ગુલમામદભાઈ ખફી એ ફરીયાદ નોંધાવ છે કે, તા.૧૮–૧૧–ર૦૧૮ના દિ.પ્લોટ –પ૮, બાળકોના સ્મશાન પાસે આ કામના આરોપી દિનેશભાઈ નેણશીભાઈ ગોરી, કિશોરભાઈ પ્રેમજીભાઈ ગજરા રે. જામનગરવાળા જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી એકીબેકી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.ર૦૩૦/–  સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

જામનગર : ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. હર્ષદભાઈ હિરાભાઈ ડોરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૧૧–ર૦૧૮ના ચામુંડા પ્લોટ, ધ્રોલમાં આ કામના આરોપી મનસુખભાઈ ઉર્ફે ભગો રાયમલભાઈ વાઘેલા, માધાભાઈ ભવાનભાઈ જખાણીયા, સંતારભાઈ મગનભાઈ વાઘેલા, રે. ધ્રોલ વાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪૮૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(1:38 pm IST)