Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વઢયાણના સાંકળી ગામે રેતી ચોરી કરતા ૩ વાહન ઝડપાયા

કલેકટર શ્રી સુરેન્દ્રનગર કે.રાજેશ  ઈનચાર્જ એસ.પી. એ.બી. વાણંદ સાહેબ , નાયબ કલેકટર શ્રી વઢવાણ પટણી ના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી વી.કે.સુમેરા ની ટીમ , પોલીસ સબ ઇન્સ્પેકટર એચ. આર. જેટી તથા પોલીસ સ્ટાફ , સર્કલ ઓફિસર રેવન્યુ વઢવાણ તથા રેવન્યુ તલાટી સાંકળી તથા પંચાયત તલાટી વઢવાણ તાલુકાના સાંકળી ગામના ભોગાવો નદીમાંથી અલગ અલગ ત્રણ ચિલાઓ થી સંયુકત રેડ કરતાં કુલ ૩ ડંપર તથા ૨ ટ્રેકટર , ૧ જે.સી.બી., ૧ લોડર, ૩ રેતી ના ચારણા એમ કુલ ગેરકાયદેસર રેતિચોરી કરતાં સાત (૭) વાહનની કિંમત રુપિયા ૭૦,૦૦,૦૦૦ અને રેતીનો જથ્થો ૨૦૦ મેટ્રિક ટન જેની કિંમત રૂપિયા ૭૫,૦૦૦ એમ કુલ ૭૦,૭૫,૦૦૦ રૂપિયાનો માલ મુદ્દો જપ્ત કરી પોલીસ સબ ઇન્સ્પેકટર વઢવાણ ને સુપ્રત કરવામાં આવ્યો.

(1:33 pm IST)