Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચોટીલાના મોલડી નજીક છકડાને ટ્રકે ઠોકર ચડાવતાં ચારને ઇજા

બેટી રામપરના પપ્પુભાઇ, તેના પત્નિ સોનલબેન તથા બોરીયાનેસના સામતભાઇ તથા તેના પત્નિ જસુબેનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૯: ચોટીલાના બોરીયાનેસ અને મોલડી વચ્ચે છકડાને ટ્રકે ઠોકરે ચડાવતાં છકડો ચાલક બેટી રામપરના વણકર યુવાન તથા સાથે બેઠેલા તેના પત્નિ અને મુસાફર તરીકે બેઠેલા બોરીયાનેસના દેવીપૂજક આધેડ તથા તેના પત્નિને ઇજા થતાં ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્યા મુજબ બેટી રામપર રહેતાં સામતભાઇ મગનભાઇ કટેસણીયા (દેવીપૂજક) (ઉ.૪૫) તથા તેના પત્નિ જસુબેન (ઉ.૪૦) બંને ચોટીલા બકાલુ વેંચવા ગયા હતાં. ત્યાંથી પોતાના ગામ જવા માટે બેટી રામપરના પપ્પુભાઇ હકાભાઇ પરમાર (વણકર) (ઉ.૩૨)ની છકડો રિક્ષામાં બેઠા હતાં. તેની સાથે તેના પત્નિ સોનલબેેન પરમાર (ઉ.૩૦) પણ હતાં. છકડો મોલડી નજીક પહોંચ્યો ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાતા ચારેયને ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી.

(1:11 pm IST)