Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભાવનગરમાં 'લાડકડી' સમૂહલગ્નોત્સવ સંપન્નઃ પિતા વિહોણી ર૮૧ કન્યા સામેલઃ મુખ્યમંત્રીની હાજરી

૧૦ મુસ્લિમ કન્યાઓ પણ જોડાઇ કરીયાવર અપાયોઃ ભવ્ય પ્રસંગ ઉજવાયો

ભાવનગર તા. ૧૯ : ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે મારૂતી ઇમ્પેક્ષ લાખાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયાથી વંચિત ર૮૧ દિકરોનો જાજરમાન માહોલમાં સમુહલગ્નોત્સવ ભવ્ય આતશબાજી સાથે યોજાયો હતો 'લાડકડી' સીર્ષક તળે યોજાયેલ આ સમુહલગ્નોત્સવમાં મુખ્યમંત્રી સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી.

ભાવનગરમાં યોજાયેલ 'લાડકડી' સમુહલગ્નોત્સવ અનેક રીતે નવતર બની ગયો હતો પિતા વગરની દિકરીઓનો ભભકાદાર  માહોલમાં સમુહલગ્ન યોજાયેલ જવાહર મેદાનનેચિત્રાષર્ક સુશોભનથી શણગાર કરાયો હતો સમુહલગ્નના આગળના દિવસે મહેંદી રસમ, દાંડીયારાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

ભાવેણાના આંગણે યોજાયેલ આ ભાપસહુમલગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા મહીમડેશ્વર સ્વામી સ્વરૂપાનંદજીનું એમ.જી. કંડલાકૃષ્ણપ્રભુજી દોહીમાં કુતુંભરાજી ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી નીતીન પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, હિરાઉદ્યોગમાં અગ્રણીઓ ઉદ્યોગપતિઓ, વેપારી, રાજકીય તથા સામાજીક મહાનુભાવો સહિત હજાર મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કરીયાવરમા અનેક ચીજવસ્તુઓ

સમુહલગ્નમાં જોડાયેલ ર૮૧ કન્યાઓને આયોજક પરિવાર તફરથી કન્યાઓને તેમની ચોઇસ મુજબની જીવન જરૂરિયાતની ગૃહઉપયોગી અનેક ચીજો આપવામાં આવી હતી જેમાં રેફ્રીજરેકટ, વોશીંગમશીન, એરકુલર, ૧ર જોડી કડપા, સ્ટીલનો પલંગ, બ્લેન્ડર, સ્ટીલનો કબાટ, ખુરશી નંગ-૬ પંખા, ટીપોઇ વિગેરેનો સમાવેશ થાય છે.

મુસ્લિમ સમાજની ૧૦ દિકરીઓ પણ સામેલ

સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં કુલ ર૮૧ દિકરીઓમાં ૧૦ દિકીરીઓ મુસ્લિમ સમાજની પણ જોડાઇ હતી આ ૧૦ દિકરીઓની નિકાહ વિધી (લગ્ન) સંપર્ણપણે તેઓના પરંપરાગત રીતે રિવાજ મુજબ જ કરવામાં આવ્યા.

રકતદાન કેમ્પ

જવાહર મેદાન ખાતે સમુહલગ્નોત્સવની સાથે મેગા રકતદાન કેમ્પ પણ યોજાયો હતો.

વૈભવી માહોલમાં

જવાહર મેદાનને નવોઢાની જેમ  ચોતરફથી શણગારવામા આવ્યું હતું રાત્રે યોજાયેલા આ સમુહલગ્ન ભાવનગરમાં યાદગાર બની ગયા છે. વૈભવ પાર્ટી પ્લોટના માહોલમાં સમુહલગ્નમાં મનોહર ચોરીમંડપ, નવદંપતિઓ અને મહેમાનો માટે અલગ-અલગ બેઠક વ્યવસ્થા લગ્નગીતો તેમજ કન્યાઓ માટે બ્યુટી પાર્લરની વ્યવસ્થાએ ભારે આકર્ષક જમાવ્યું હતું.

(11:48 am IST)