Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઓખાથી કન્યાકુમારી ગોહાટી સુધીની ૮ હજાર કિ.મી.ની મોટર સાયકલ બુલેટ યાત્રા

ઓખાઃ ગોહાટી મોટર સાઇકલ લુહીત રાઇટર્સ આસામ દ્વારા મહિલા અને બહેન દિકરી પરના અત્યાચાર અને સમાજની બુરાઇને નાથવા ''નારીના આત્મ સન્માન અને બાળકો એ જ ભવિષ્યની પહેચાન''ના બેનર પર જાગૃતિ અભિયાનનો ઓખાથી કન્યાકુમારી સુધીની બુલેટ યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેના ભાગરૂપે ઓખાના દરિયા કિનારેથી આસામના બે યુવાનો શુશીલમલ અને નવીન હલાલકાએ બુલેટ પર આ યાત્રાનો શુધ પ્રારંભ કર્યો હતો અહીં વેપારી અગ્રણીય મનસુખભાઇ બારાઇ તથા મનોજ ગેસ્ટ હાઉસના માલીક કેવલભાઇ કેરે શુભેચ્છા સ્વાગત કર્યું હતું. ઓખાથી શરૂ થયેલ આ યાત્રા ગુજરાત, દીવ, દમણ, મહારાષ્ટ્ર, કર્ણાકટ, કેરેલા, તામિલનાડુ, પોંડીચેરી, આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાલ થઇ આસામ સુધીની આઠ હજાર કિ.મી.ની યાત્રા કરશે. આ મોટર સાયકલ યાત્રા ૩૦ દિવસ ચાલશે. આજે દેશ અને સમાજમાં મહિલા અને બેટી પર યોન શોષણ જેવા અત્યાચાર રોકવા દેશવાસીઓમાં જાગૃતતા લાવવાનો એક ઉદ્દેશ રહેશે.

(11:36 am IST)