Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સુરેન્દ્રનગરથી વલ્લભીપુર જતી કેનાલમાં પડ્યું ગાબડું: પાણીનો મોટો જથ્થો ભાદર નદીમાં વહ્યો :લોકોમાં કચવાટ

સુરેન્દ્રનગરથી વલ્લભીપુર જતી કેનાલમાં ગાબડું પડ્યું હતું રાણપુર રાજપરા પાસે ગાબડું પડતાં પાણીનો વેડફાટ થયો છે. મોટા પ્રમાણમાં પાણી ભાદર નદીમાં વહી ગયું છે. તંત્ર દ્વારા મોડે મોડે કેનાલમાંથી પાણી બંધ કરાયું છે.

  રાણપુરના રાજપરા નજીક કેનાલમાં ગાબડું પડવાની ઘટના બનતા પાણીનો મોટો જથ્થો ભાદર નદીમાં વહી ગયો હતો. એક તરફ ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતાં રાજ્યભરના ઘણાં પ્રદેશમાં પાણીની તંગી જોવા મળી છે.

  આ તરફ સરદાર સરોવર ડેમમાં પણ પાણી ઓછું છે ત્યારે આ પ્રકારના ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેતા કેનાલ બનાવવાની કામગીરીમાં લોલમલોલ થયું હોવાનું સામે આવ્યું છે.

વારંવાર પડતાં ગાબડાંને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે કેનાલમાં ગાબડા પડવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

(10:15 pm IST)