Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગોંડલના ત્રાકુડામાં પ્રેમસંબંધ મામલે સશસ્ત્ર બઘડાટી : બન્ને જુથના ૮ વ્યકિતઓને ઇજા

ઇજાગ્રસ્તોને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા : બન્ને જુથના ૭ ની ધરપકડ

રાજકોટ, તા. ૯ :  ગોંડલના ત્રાકુડા ગામે પ્રેમસંબંધ મામલે બે મુસ્લીમ પરિવારો વચ્ચે સશસ્ત્ર બઘટાડી બોલી જતા બન્ને જુથના ૮ વ્યકિતઓને નાની-મોટી ઇજા થઇ હતી. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના ત્રાકુડા ગામે રહેતા અરમાન રજાકભાઇ કઇડાએ તેજ રકમનો ઇલીયાસ ઉર્ફ કલુઘાડા, હુશેન ઉર્ફ તગી ઘાડક, અજીત ઉર્ફે અસલફ ઘાડા, હારૂન કાસમભાઇ, દિલાવર મુસબભાઇ, નિજામ સુલેમાનભાઇ તથા ઇમરાન ગફાર સામે તાલુકા પોલીસ પંથકમાં ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને ઇલીયાસનાભાઇની પત્ની આરજુ સાથે પ્રેમ સંબંધ હોય આ બાબતે અગાઉ માથાકુટ થયેલ હતી. ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા ફરીયાદને ગામમાં ત્રણ મહિના નહિ આવવા સમાધાન થયુ હતું. પરંતુ ફરીયાદી ગામમાં આવતા આરોપીઓને તુ કોને પુછીને ગામમાં આવ્યો છો ? તેમ કહી લોખંડના પાઇપની હુમલો કર્યો હતો. તેમજ ફરીયાદીને બચાવાવ આવેલ દાઉદ ઇબ્રાહીમ કાદમાણી, ફિરોઝ ઇબ્રાહીમ, અરમાન રજાક કઇડા તથા અફરોજ અજીતભાઇ પોખર ઉપર કુહાડી તથા લાકડેથી હુમલો કરી ઇજા કરી હતી. આ ફરીયાદ અન્વયે તાલુકા પોલીસે ઉકત સાતેય શખ્સ સામે ગુન્હો દાખલ કર્યો હતો.

સામાપક્ષે ઇલીયાસ ઉર્ફે કલુ ઓસમાણભાઇ ધાડાએ રજાક, અકરમ, રજાકના પત્ની, રજાકનો સાળો અલ્તાફ ઉર્ફ દાઉદ, ફિરોઝ ઇબ્રાહીમ આદવાણી, અનવર ઇશાભાઇ તથા અફરોજ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી અરમાન ગામમાં આવતા તેને ફરીયાદી તથા તેના પરિવારનો સમજાવવા જતા આરોપીઓએ લોખંડના પાઇપ અને તલવારની હુમલો કરી ફરીયાદી તથા અન્ય ત્રણ સહિતને ઇજા કરી માટી નાંખવાની ધમકી આપી હતી. બન્ને પક્ષના ઇજાગ્રસ્તોને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

તાલુકાના  પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદ નોંધી બન્ને પક્ષના ૭ થી વધુ શખ્સોની ધરપકડ કરી હતી. વધુ તપાસ તાલુકાના પી.એસ.આઇ. મહેન્દ્રસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

(12:35 pm IST)