Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વિંદીયાના રેવાણીયા ગામે જુગાર રમતા ૪ શખ્સો પાડાયાઃ 3 શખ્સો છનન…

રાજકોટ, તા.૧૯ : વિંછીયાના રેવાણીયા ગામની સીમમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે ૩ શખ્સો નાસી છૂટયા હતાં.

મળતી વિગતો મુજબ વિંછીયાના રેવાણીયા ગામે ગોરધનભાઇની વાડી પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયાના પો.કો. યુવરાજસિંહ વાઘેલા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા હરેશ ભનુભાઇ કોળી રે. શિવાજીપરા વિંછીયા, હરેશ લીંબાઇ મેણીયા રે. મોટી લાખાવડ, જયંતિ પુનાભાઇ સાગડીયા રે. કોટડાની નવી વિંછીયા તથા દિનેશ જેરામભાઇ રોજાસરા રે. મોટા હડમતીયાને રોકડા રૂ.૧પ૭૧૦ અન ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન દાના મનજીભાઇ કોળી તથા કાળુભાઇ મકવાણા રે. બંન્ને રેવાણીયા ગામ અને છનાભાઇ કોળી રે. મોટા માત્રા ગામ પોલીસને જોઇ નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:34 am IST)