Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

નવરાત્રીના પાવનપર્વની શરૂઆતે

લોકહિતાર્થે ચોટીલા માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવતી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કર્મીઓ

જીલ્લાની આમજનતા તથા પોલીસ પરીવારની સુખાકારી અર્થે ચોટીલા માં ચામુડાના શુભઆશીષ મેળવવા ડુંગર ઉપર ધ્વજરોહણ પુજા કરાઇ

વઢવાણ,તા. ૧૯: મહેન્દ્ર બગડીયા  દ્રારા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ સર્જાય અને 'પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે' તે સુત્ર સાર્થક થાય, તેમજ સુરેન્દ્રનગર જીલ્લાનો દરેક નાગરીક સ્વસ્થ અને તંદુરસ્ત રહે, નિર્ભય રહે, સલામત રહે, તે માટે તેમજ આમજનતામાં સદૈવ ભાઇચારાની ભાવના જળવાઇ રહે તે અંગે સામાન્ય નાગરીકની નાનામાં નાની રજુઆતને ધ્યાને લઇ, સત્વરે નિકાલ કરી, સામાન્ય જનતાના હિત માટે અનેક કાર્યક્રમો યોજી સુરેન્દ્રનગર જીલ્લાની આમ જનતાના હૃદયમાં અનેરૂ સ્થાન મેળવેલ છે.

તેવી જ રીતે સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓને પોતાના પરીવારનો સભ્ય માની, તેઓની ફરજ દરમ્યાનની તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર કરવા સતત પ્રયત્નશીલ રહી, તેમજ જીલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓના સારા સ્વાસ્થની ચિંતા કરી, તમામ અધિકારી કર્મચારી ફીટ રહે, તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે અને પોતાની ફરજ પુરી નિષ્ઠાથી બજાવે તે માટે પણ પોલીસ વેલ્ફેરને લગતા અનેક કાર્યક્રમો યોજવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જીલ્લાનુ પ્રસિધ્ધ યાત્રાધામ એટલે ચોટીલા, કે જયા ડુંગર ઉપર માં ચામુંડા બીરાજમાન હોય, અને જાણે કે ડુંગર ઉપરથી સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લા ઉપર પોતાનુ અતુલ્ય વાત્સલ્ય વરસાવતી હોય, અને માં આધશકિતનુ પર્વ એટલે નવલા નવરાત્રીની શુભ શરૂઆતે પ્રથમ નોરતાની પરોઢે જગતજનની માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર જીલ્લાની આમજનતા તથા પોલીસ પરિવારની સુખાકારી માટે તથા તમામ ઉપર મોં ચામુંડાની કૃપા સદૈવ વરસતી રહે, વૈશ્વિક મહામારી સામે જીલ્લાના તમામ નાગરીકો અડીખમ ઉભા રહે, તે માટે માતાજીના દિવ્ય આશીષ પ્રાપ્ત કરવા  જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવા તથા આર.બી.દેવધા તથા  પી.કે.પટેલ તથા શ્રી એચ.પી.દોષી તથા લીંબડી ડીવીઝનના ભુતપુર્વ નાયબ પોલીસ અધીક્ષક  ડી.વી.બસીયા તથા એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.ઢોલ તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. બી.એમ.રાણા તથા ચોટીલા પોલીસ ઇન્સ. શ્રી બી.કે.પટેલ પોલીસ સ્ટાફ દ્વારા ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન જગતજનની માં ચામુંડાના દર્શન કરી, ધ્વજારોહણ કરી, માતાજીની પુજા કરી હતી.

(10:54 am IST)