Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

જસદણ એસ.ટી.ડેપોમાં નિયમીત પંખા ચાલુ રાખવા રજુઆત

સામાજિક કાર્યકરના પ્રશ્ન ન ઉકેલાય તો આંદોલતની ચીમકી

જસદણ તા. ૧૯: જસદણ એસ.ટી.ડેપોના પંખાઓ ઉદ્ઘાટન થયા પછી હજુ ચાલુ કરવામા આવતા ન હોવાથી અધિકારીઓની ડાંડાઇના પ્રશ્ને સામાજિક કાર્યકર રાજેશ પરમારે  આંદોલનની ચીમકી આપી છે તેમણે જણાવ્યુ છે કે જસદણ એસ.ટી.ડેપોનુ ઉદ્ઘાટન ગત તા. ૯/૧૧/૨૦૦૯ના રોજ હાલના ભાજપના આગેવાન અમીતભાઇ શાહના હસ્તે થયુ હતુ પણ આ ઉદ્ઘાટન પછી ડેપોમાં સાત જેટલા પંખા લગાડેલ છે તે ચાલુ કરવામાં અત્યાર સુધીના અધિકારીઓની બેદરકારીને કારણે ચાલુ થયા નથી આથી મુસાફરોની ભારે હેરાનગતી છે.

આ બાબતે એસ.ટી.ના અધિકારીઓને મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પણ પ્રજાવતી રૂરૂ પંખા શરૂ કરવાનુ કહ્યુ હતું. પણ એસ.ટી.એ  તેમને પણ મામા બનાવ્યા ત્યારે આ પંખા સવારે ૧૧ થી સળંગ સાંજના પાંચ વાગ્યા સુધી ચાલુ નહી રાખે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે એમ રાજેશ પરમારે જણાવ્યુ છે.(૧૧.૪)

 

(11:57 am IST)