Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

પીપાવાવ પોર્ટ (ધામને)દતક લેવા સરપંચ દ્વારા કલેકટર સમક્ષ માંગણી

પીપાવાવ પોર્ટ દ્વારા ગામને દતક લેવાનો નિર્ણય ન થાય તો આંદોલનની ચીમકી

કોડીનાર, તા.૧૯: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અરબી સમુદ્રના કિનારે આવેલું પીપાવાવ પોર્ટ બંદર આજે દેશનું પ્રથમ નંબર નું ખાનગી પોર્ટ છે આ પોર્ટ ના કારણે આ વિસ્તારમાં ધણાં બધા ઉધોગોએ હરણફાળ ભરી છે પરંતુ જે તે સમયે પીપાવાવ પોર્ટનું નામકરણ કરવામાં આવ્યું તે સમયે પીપાવાવ ધામના નામ પરથી પીપાવાવ પોર્ટ નું નામ રાખવામાં આવ્યું હતું પરંતુ ૧૯૯૬ થી આજ દિન સુધી પીપાવાવ ધામના વિકાસ કામો કે સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો પીપાવાવ પોર્ટ દ્વારા એક પણ જાતની મદદ કરવામાં આવી નથી આ ગામનાં મોટા ભાગના લોકો ગરીબ વર્ગના છે.

 ગામમાં પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે આ અંગે પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા દ્વારા અમરેલી જિલ્લાનાં કલેકટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે પીપાવાવ પોર્ટ દ્વારા રાજુલા જાફરાબાદ તાલુકાના ૨૨ જેટલા ગામોને દતક લીધાં છે પરંતુ હમારા ગામના નામથી પીપાવાવ પોર્ટ નું નામ રાખવામાં આવ્યું તે જ ગામને દત્ત્।ક લેવામાં કેમ ના આવ્યું પીપાવાવ પોર્ટ થી ૩૫ કિલોમીટર સુધી દૂર આવેલા ગામોને દતક લેવામાં આવ્યા પરંતુ ફકત ૫ કિલોમીટર ત્રિજયા અંતરે આવેલું પીપાવાવ ધામ ને દતક લેવામાં આવ્યું નથી તેમજ પીપાવાવ પોર્ટ દ્વારા ગામના ફકત એકજ વખત ગયા વર્ષે ગામની પ્રાથમિક શાળામાં હિંચકા લસરપટ્ટી નાખવામાં આવી હતી પરંતું ત્યાર બાદ કે તે પહેલાં કયારેય પણ ગામને કાંઈ પણ મદદ કરી નથી આથી સીએસઆર ફંડ માંથી પીપાવાવ પોર્ટ દ્વારા હમારા ગામને આરોગ્ય સુવિધા પ્રાથમિક સુવિધાઓ તેમજ વિકાસના કામો માટે જરૂરી મદદ કરે તેમજ ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ગામમાં જ ભરતી મેળાનું આયોજન કરવામાં આવે તેમજ અશિક્ષિત બેરોજગાર માટે પણ લાયકાત પ્રમાણે કામ ધંધા આપવામાં આવે ગામમાં આવેલું ઐતિહાસિક રણછોડરાય જી ના મંદિર તથા મંદિરની ગૌશાળા માટે ઘાસચારો તથા મકાનની વ્યવસ્થા કરવામાં આવે.

 ગામની ગ્રામપંચાયત ને સ્વભંડોળ માં અનુદાન આપવામાં આવે પ્રાથમિક શાળામાં હોસ્ટેલ ની સુવિધા બનાવવામાં આવે, ગામનાં ગરીબ વર્ગના લોકો માટે હોસ્પિટલમાં જરૂરિયાત સમયે આર્થિક સહાય કરવામાં આવે આવી અનેક રજૂઆતો સરપંચ દ્વારા કલેકટર  સમક્ષ રજૂ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં પીપાવાવ પોર્ટ દ્વારા એક જાતની મદદ કરવામાં નહીં આવે અને હમારી માંગણી સ્વિકારવામાં નહીં આવે તો અમો પીપાવાવ પોર્ટ સામે હમારા ગામનું નામ જોડાયેલું છે તે હટાવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે અને કાયદાકીય લડાઈ લડીશું અને અંગેની સમ્પૂર્ણ જવાબદારી પીપાવાવ પોર્ટ ના ઉચ્ચ અધિકારીઓ અને સરકારશ્રી ની રહેશે.(૨૨.૨)

(11:57 am IST)
  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • ઉત્તરપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશના શહેરોના નામ બદલવાની કવાયત શરુ :સિમલાનું જૂનું નામ શ્યામલા હતું,શિમલાનું કાલીબાડી મંદિર પહેલા શ્યામલા માતાના નામથી જાણીતું હતું access_time 1:31 am IST

  • વહેલી સવારે પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં મુસાફરો લૂંટાયા :બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 નંબરની ટ્રેનમાં બની ઘટના :પાલનપુર નજીક રેલવે ચેઈન પુલિંગ કરી લૂંટારા ફરાર:અંદાજીત દોઢ કલાક પેસેન્જરો પાલનપુર નજીક અટવાયા :જીઆરપીએફ અને આરપીએફ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી હાથ ધરી તપાસ :લૂંટની વિગત પોલીસ મેળવી રહી છે :પાલનપુર રેલ્વે પોલીસે હાથ ધરી તપાસ access_time 12:14 pm IST