Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

મોરબીમાં નવા બની રહેલા બિલ્ડીંગના પાંચમા માળેથી પટકાતાં મજૂરનું મોત

મુળ મધ્યપ્રદેશના ૧૯ વર્ષના મહેશે રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: મોરબીમાં રવાપર રોડ પર નવા બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર કડીયા કામની મજૂરી કરતાં ૧૯ વર્ષના મહેશ બચુભાઇ માવી (ઉ.૧૯) નામના મુળ મધ્યપ્રદેશના યુવાનનું પાંચમા માળેથી અકસ્માતે પડી જતાં મોત નિપજ્યું છે.

મહેશ મુળ મધ્યપ્રદેશના રાજગઢનો વતની હતો અને ભાઇ-ભાભી સહિતના પરિવારજનો સાથે મોરબીમાં રહી કડીયા કામની મજૂરી કરતો હતો. તે ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજો હતો. ગઇકાલે બપોરે તે બિલ્ડીંગના પાંચમા માળેથી પડતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં એ-ડિવીઝન પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:54 am IST)