Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જુનાગઢ સિવીલ હોસ્પિટલ ઓકસીજન પ્લાન્ટની મુલાકાતે કલેકટર સૌરભ પારધી

જુનાગઢ : કોરોનાને નિયંત્રણમાં લેવા વહીવટી તંત્ર અને આરોગય વિભાગ દ્વારા સઘન પગલા લેવામાં આવી રહયા છે અને જુનાગઢ સિવીલ હોસ્પિટલમાં કલેકટર શ્રી સૌરભ પારધી અને ડીડીઓ પ્રવિણ ચૌધરી મોનીટરીંગ કરી રહયા છે. ગઇકાલે કલેકટર શ્રી સૌરભ પારધીએ સીવીલ હોસ્પિટલ ખાતે ઓકસીજન પ્લાન્ટની મુલાકાત લઇ જીણવટભરી માહિતી મેળવી હતી હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે શ્રી પારધી અને ડીડીઓરી ચૌધરીએ ઓકસીજન પ્લાન્ટ મુલાકાત લઇ દર્દીઓને મળતી સારવાર સુવિધા સહિત બાબતો અંગે જાણકારી મેળવી હતી અને હોસ્પિટલના ડોકટરો તથા સ્ટાફને દર્દીઓની સારવાર તેમજ સુવિધામાં મુશ્કલી ન પડે તે માટે તકેદારી રાખવા સુચના આપી હતી. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(12:59 pm IST)