Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

જામનગરના પોલીસકર્મીના સજોડે આપઘાત પાછળ ઘરકંકાસ કારણભુત !

એક મહિના પછી સાળાએ નોંધાવેલી ફરીયાદઃ આયુર્વેદ હોસ્પિટલના સાતમાં માળેથી કૂદીને કચ્છી યુવાનનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯:  સેકશન રોડ પર આવેલ પોલીસ હેડ કર્વાટરમાં ગયા મહિને પોલીસ કર્મીએ સજોડે આપઘાત કર્યા ની ચકચારી ઘટના બની હતી આ ઘટના બાદ એક મહિના પછી મૃતક પોલીસ કોન્સ. ના સાળા એ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તેમની બહેનની બનેવી દ્વારા અવાર – નવાર દુઃખ ત્રાસ આપી માર મારતા હોવાની ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ પ્રેમજીભાઈ સિંઘવ એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.૧૭–૮–ર૦ર૦ના બ્લોક નં.બી/૩પ, રૂમ નં.૪૩૯, જામનગરમાં ફરીયાદી રમેશભાઈ ની દિકરી જાગૃતિના લગ્ન આરોપી ભરતભાઈ માવજીભાઈ જાદવ, રે. જાળીયા દેવાણી ગામવાળા સાથે દોઢ વર્ષ પહેલા કરેલ હોય અને આરોપી ભરતભાઈએ પોલીસ ખાતામાં એલ.આર. પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતા હોય અને પોતાના પત્ની જાગૃતિબેન સાથે પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા હોય જયાં ફરીયાદી રમેશભાઈના દિકરી જાગૃતિબેન જાતેથી ગળાફાંસો ખાઈ ગયેલ હોય અને ફરીયાદી રમેશભાઈના જમાઈ ભરતભાઈએ પણ જાતેથી ગળાફાંસો ખાઈ મરણ ગયેલ હોય અને ફરિયાદી રમેશભાઈની દિકરી આરોપીઓ માવજીભાઈ જીવાભાઈ જાદવ, ખેગારભાઈ માવજીભાઈ જાદવ, જગદીશભાઈ માવજીભાઈ જાદવ, નાગજીભાઈ માવજીભાઈ જાદવ, લતાબેન નાગજીભાઈ જાદવ, દેવજીભાઈ ધનાભાઈ જાદવ ઓ એ કહેલ કે તારી ઘરવાળીને અહીં જાળીયા દેવાણી ગામે મુકીજા તેમ કહી અવાર–નવાર માનસીક ત્રાસ આપી ગાળો કાઢી પટ્ટાથી માર મારી દુઃખ ત્રાસ આપી ફરીયાદી રમેશભાઈની દિકરીને મરી જવા માટે દુષ્પ્રેરણા આપવા અંગે મૃતક પોલીસ કોન્સ. ના સાળાએ સીટી બી ડિવીઝન પોલીસને જણાવી ફરીયાદ નોંધાવતા એક મહિના બાદ ચકચારી પોલીસ કર્મીના સજોડે આપઘાત પ્રકરણમાં ઘર કંકાસ હોવાની વાત સામે આવતા આ અંગે સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.કે.પરમાર વધુ તપાસ ચલાવી રભ છે.

ફાયનાન્સના મેનેજરે બે લોકો સાથે મળી યુવાનને લમધાર્યો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અમરભાઈ હરીશભાઈ ઓઝા એ ફરીયાદ નોંધાવી છે કે, અંબર સિનેમા સામે, બજાજ ફાયનાન્સ ઓફીસની નીચે, જામનગરમાં મેનેજર આરોપી યુવરાજસિંહ જાડેજા એ ફરીયાદી અમરભાઈને ઢીકકા પાટુનો માર મારેલ તથા આરોપી યુવરાજસિંહના હાથમાં રહેલ ધોકા વડે મને ડાબા પગમાં માર મારેલ હતો તથા આરોપી જયવિરસિંહના હાથમાં રહેલ બેલ્ટ વડે મને ડાબા હાથના બાવડામાં ઈજા કરી ગાળો દઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

અગમ્ય કારણોસર આયખુ ટૂંકાવ્યું

કુવાડવા મેઈન બજાર, રાજકોટમાં રહેતા રમેશભાઈ દજુભાઈ પાલીયા, ઉ.વ.ર૭, એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આયુર્વેદીક હોસ્પિટલ, ઇન્સ્ટીટયુટ બિલ્ડીંગ બહાર, જામનગરમાં આ કામે મરણજનાર વિજયભાઈ અજમલભાઈ સુરેલા, ઉ.વ.રર, રે. ભીમાસર ગામ, તા.અંજાર, જિ. કચ્છાવાળો જામનગર આયુર્વેદીક હોસ્પિટલ ઈન્સ્ટીટયુટ બિલ્ડીંગના સાતમા માળેથી કોઈપણ કારણોસર કુદકો મારી નીચે પડી જતા મૃત્યુ પામેલ છે.

નદીમાં નાહવા જતા ડુબી જવાથી વૃઘ્ધનું મોત

લતીપર ગામે રહેતા સંજયભાઈ બુધાભાઈ ભાભર, ઉ.વ.રપ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, બુધાભાઈ ગુલાબભાઈ ભાભર, ઉ.વ.પપ, રે. હસમુખભાઈ સવજીભાઈ બાબરીયાની વાડીમાં લતીપર ગામવાળા ઉંડ નદીમાં નાહવા જતા નદીના પાણીમાં ડુબી જતા મૃત્યુ પામેલ છે.

ફેકટરીના બીજા માળે કામ કરતા યુવાનનું અકસ્માતે પડી જતા મોત

અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રાજબહાદુર એ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, સૈલેન્દ્રકુમાર સુરેન્દ્રકુમાર જૈન, ઉ.વ.૩૦, રે. ૩૮/૧, હાજી ફળીયા ગલી નં.ર, રામપરા સાગર, કાલાવડવાળો એંજલ ફેકટરીમાં બીજા માળે કામ કરતા અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

દારૂ-જુગારના દરોડા ૧૭ શખ્સો ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. અજયસિંહ મહાવીરસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, જૂના રેલ્વે સ્ટેશન પાછળ, વેલનગર શેરી નં.૧, આરોપી અજીતભાઈ નરશીભાઈ રાઠોડ ના મકાને અન્ય આરોપીઓ સોનુભાઈ દલુભાઈ દતા, પ્રેમબહાદુર મોહનબહાદુર રાવત, જગબહાદુર હીમબહાદુર ખત્રી, સંતોષભાઈ જડીરાજ ખરેલ, સાગરભાઈ ત્રીલોક રાણા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન ૬પ,૪૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, શીવનગર, શેરી નં.–૪, વેલનાથ પાનની ગલીમાં ઓટલા ઉપર જાહેરમાં  આરોપીઓ કાનાભાઈ ઉકાભાઈ બેકીયા, રમેશભાઈ પાલાભાઈ વશરા, જમનભાઈ પોપટભાઈ આરઠીયા, દિલીપભાઈ બચુભાઈ મકવાણા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન ૪,૭૪૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જાંબુડા ગામે આ કામના આરોપી રમેશ ઉર્ફે પરસોતમભાઈ મારકણા, રોયલ ચેલેન્જ વ્હીસ્કી બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ તથા પોતાની માલીકીની હીરો હોન્ડા મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.–૧૦–ઈ.કયુ–૯૪૩પ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/– મળી કુલ રૂ.ર૦,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભ હેડ કોન્સ. પંકજભાઈ ખીમજીભાઈ વાઘેલા એ ફરીયાદ નોંધાવી છે કે,  પ્લોટ –૬૩ વાળો ઉભો રોડમાં સુરજ રાજુભાઈ મોટવાણી સ્કુટી મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–બી.એચ.–૦પપ૪ માં  હરીયાણા ઓન્લી લખેલ ૪ર.૮% આલ્કોહોલ વાળી ૭પ૦ એમએલ ની નંગ–૪ કિંમત રૂ.ર૦૦૦/– એમ કુલ કિંમત રૂ.ર,૧ર૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝુપડ પટ્ટી પાછળ, કાદર કાસમભાઈ આમરોણીયા, બશીર અબ્બાસભાઈ બાબવાણી, રમેશ શાંતીલાલ શંકસેરીયા, જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૪૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, સેતાવડ, રીક્ષા સ્ટેન્ડપાસે, આરોપી સુરેશ રમેશભાઈ બોરસરા,  વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૬૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર, મટન માર્કેટ પાસે, આરોપી પરષોતમ ઉર્ફે પસો હરસુખભાઈ ગુસાણી, વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧પ૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.(

(12:52 pm IST)