Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મોરબી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટીનું પુરતુ વળતર ચુકવો

મોરબીઃ સરપંચ પરિષદ ગુજરાત મોરબી જીલ્લા પ્રમુખની આગેવાની હેઠળ મોરબી જીલ્લાના સરપંચોએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે જીલ્લાના તાલુકાઓ જેમાં મોરબી, હળવદ, વાંકાનેર, માળિયા અને ટંકારામાં ઉભા પાકો બાજરો, મગફળી, જુવાર, મકાઈ, તલ, મગ, અડદ અને કપાસને ૧૦૦ ટકા નુકશાન થયું છે પાક નુકશાની સર્વે કામ ચાલુ કરવામાં આવેલ છે જેમાં જીલ્લાના અંદાજીત ૪ લાખ જેટલા સર્વે નંબરની જમીનો આવેલ છે દરેક સર્વે કરવા અંદાજીત ૮ થી ૧૦ મહિનાનો સમય લાગે તેમ છે ખેડૂતોના તમામ ઉત્પાદન નાશ પામેલ છે ત્યારે ખેડૂતો પાસે કોઈ રોજગાર નથી અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે .જેથી સર્વે કામગીરીમાં સમય બગાડ્યા વિના તાત્કાલિક ખેડૂતોના ખાતામાં પાક નુકશાની તથા જમીન ધોવાણનું ૧૦૦ ટકા વળતર ચુકવવું નહિ તો ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહિ રહે ખેડૂતોને ૨૦ દિવસમાં સહાય ચુકવવામાં નહિ આવે તો જીલ્લાના તમામ સરપંચો, ખેડૂતોને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને નુકશાનીનું ૧૦૦ ટકા વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. આવેદનપત્ર પાઠવવા આવેલા આગેવાનોની તસ્વીર.

(11:32 am IST)