Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

વિંછીયા પાસે સંજય કોળીને આંતરી બે શખ્સોએ પતાવી દેવાની ધમકી આપી

કરમાળકોટડા ગામે ઉકરડા લઇ લેવા પ્રશ્ને દિપક કોળીને ધમકી

રાજકોટ તા. ૧૯ : વિંછીયાના રૂપાવટી ગામ પાસે કોળી યુવાનને આંતરી બે શખ્સોએ પતાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ અમદાવાદ સરખેજ તંબોલી કંપની ખાતે નોકરી કરતા સંજયકુમાર પ્રભાતભાઇ કોળી વિંછીયા કોર્ટ મુદ્દત કરી બોટાદ જતા હતા ત્યારે રૂપાવટી જવાના રસ્તે જગુ ભોજાભાઇ ખાચર તથા કાળુ આપાભાઇ ખાચર રે. બંને મોટા હડમતીયાએ રસ્તામાં આડુ બાઇક ઉભુ રાખી સંજયકુમારનું ગળુ દબાવ્યું હતું અને જતા જતા કહેલ કે આજે જવા દઇ છીએ હવે ભેગો થાઇશ એટલે પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ અંગે સંજય કુમાર કોળીએ ઉકત બંને શખ્સો સામે વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  બીજા બનાવમાં આટકોટના કરમાળકોટડા ગામે રહેતા દિપક વલ્લભભાઇ કોળીએ તેના પ્લોટ ઉપર રહેલ ઉકરડો હટાવવાનું કહેતા તે જ ગામના ધીરૂ નાનજીભાઇ કોળી તથા તેની પત્ની મંજુબેને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દિપકે ઉકત દંપતિ સામે ફરીયાદ કરતા આટકોટ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)