Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

દેવભુમી દ્વારકા જીલ્લામાં કોરોના પોઝીટીવ રઘુવંશી પરિવાર માટે લોહાણા મહાજન વંડીમાં વ્યવસ્થા

પરિવારજનોમાં રોગ ન પ્રસરે તે માટે શ્રી રાવલ લોહાણા મહાજનનો નવતર અભિગમઃ સેપરેટ રૂમમાં તમામ જીવન જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ

રાજકોટ, તા., ૧૯: દેવભુમી દ્વારકા જીલ્લામાં આવેલા જામરાવલ ખાતે શ્રી રાવલ લોહાણા મહાજન દ્વારા કોરોનાગ્રસ્ત પોઝીટીવ દર્દીઓના હિતમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.શ્રી રાવલ લોહાણા મહાજનનાં સમસ્ત ટ્રસ્ટીઓ અને હોદેદારો તથા સ્વયંસેવકોએ એક યાદીમાં જણાવ્યું છે કે જામરાવલમાં રઘુવંશી પરિવારના કોઇ પણ વ્યકિતઓને પોઝીટીવ આવે અને હોમ કોરોન્ટાઇન થવાનું કહેવામાં આવે તો ઘરના બદલે મહાજન વંડી ખાતે તમામ વ્યવસ્થા તા.ર૧-૧૧-ર૦ર૦ સુધી કરવામાં આવશે.

આ માટે શ્રી રાવલ લોહાણા મહાજન વંડી ખાતે બેડ, ગાદલુ, પાણી, ઓછાડ, ચાદર, ઓશીકુ, સેપરેટ રૂમ, લાઇટ, પંખો, ટુથપેસ્ટ-બ્રશ, ઉલીયુ, પાણીની ડોલ, ટમલર, નેપકીન, અરીસો, દાંતીયો, પીવાનું આરઓ પાણી, ગ્લાસ, સાબુ, શેમ્પુ સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે.

જામરાવલ ખાતે રહેતા રઘુવંશી પરિવારમાં નાના બાળકો હોય અને પરિવારજનો કોરોનાથી સંક્રમીત ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

(11:29 am IST)