Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

મીઠાપુર-ઓખામાં વડાપ્રધાનના જન્મદિવસે અનેક સેવાકાર્યો કરાયા

(દિવ્યેશ જટણીયા) મીઠાપુર,તા.૧૯ :  ગઈકાલે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના  ૭૦ માં જન્મદિવસે  ઓખા શહેર ભાજપ, ઓખા નગરપાલિકા તથા દ્વારકા તાલુકા ભાજપના હોદેદારો દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરી આ દિવસ ને યાદગાર બનાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલમાં ચાલી રહેલા કપરા કોરોના કાળમાં જે અત્યંત જરૂરી છે તેવા નાશ લેવાના મશીન અને તેની સાથે માસ્કનું વિતરણ પડતર કિંમતે તેમજ કોરોનાની આર્યુવેદ દવા નું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.

આ સમગ્ર આયોજન સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે કરી  દેશના પનોતા પુત્ર અને ભારત દેશને વિશ્વ ફલક પર એક અલગ જ ઊંચાઈ એ પહોડનાર મોદી જીને જન્મદિવસ ની શુભકામનાઓ આપી તેમના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં ઓખા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ઓખા શહેર ભાજપ મહામંત્રી, દ્વારકા તાલુકા ભાજપ ના હોદેદારો તથા ભાજપના કાર્યકરો સહર્ષ જોડાયા હતા.

(11:24 am IST)