Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

જામનગર દયાનંદ કન્યા વિદ્યાલયનું ગૌરવ

જામનગર : જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આયોજીત શાળા સંકુલ શહેર કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની ચાર કૃતિઓ જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ હતી. જેમાં હાઈડ્રોલીક ટ્રી સ્ફીટીંગ, એર પોલ્યુશન મેઝરમેન્ટ, મિશન મંગલયાન તથા ત્રિકોણમીતીય ગુણોત્તરનો મેજીકગ્રાફનો સમાવેશ થાય છે. માર્ગદર્શક હેતલબેન કાટબામણા, રીશાબેન પોપટ, ગ્રીષ્માબેન ડાભી હતા. તેમજ પ્રોજેકટર તરીકે પાનસુરીયા ઋતુ, કટેશીયા રિદ્ધિ, વાડોલીયા બંસી, ચૌહાણ આરાધના, પરમાર કાજલબા, ઉનાગર હિતાક્ષી, વ્યાસ બંસી, ગોજીયા દિવ્યા હતા. કૃતિઓ આચાર્યા પ્રફુલાબેન રૂપડીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ હતી. આ સિદ્ધિ બદલ આર્યસમાજ - જામનગર સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રમુખ દિપકભાઈ જયંતિલાલ ઠક્કર તેમજ માનદમંત્રી મહેશભાઈ ભાણજીભાઈ રામાણીએ ભાગ લેનાર વિદ્યાર્થીની બહેનો તેમજ માર્ગદર્શક બહેનોને અભિનંદન પાઠવ્યા હતા તે તસ્વીર.

(1:14 pm IST)