Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કેશોદમાં તાલુકા કક્ષાનું વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનઃ

 કેશોદઃગાંધીનગર જીસીઈઆરટી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-જૂનાગઢ પ્રેરીત કેશોદ તાલુકા કક્ષાના ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૯ નુ આયોજન શ્રી પે-સેન્ટર શાળા,ચર ના પરિસરમાં કરવામાં આવેલ હતુ. જેમાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન તથા માર્ગદર્શન પુરુ પાડવા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-જૂનાગઢના પ્રાચાર્યશ્રી ડો.કનુભાઈ કરકર ખાસ ઉપસ્થિત રહેલ.ઉપરોકત કાર્યક્રમના સફળ આયોજનમાં કાયમ શાળાને સાથ સહકાર આપનાર સહભાગીઓ એવા શાળાનાં બાળકો,શિક્ષકો,વાલીઓ,ગ્રામજનો,વિવિધ સમાજના આગેવાનો તથા ગ્રામ પંચાયત-ચરનો પે- સેન્ટર શાળા પરિવાર તરફથી આભાર વ્યકત કર્યો હતો.(કિશોરભાઈ દેવાણી.કેશોદ)

(12:20 pm IST)