Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વાડીયામાં પૂર્ણ મંત્રી બાવકુભાઇના હસ્તે સુરવોડેમના નીરના વધામણા

વડીયા,તા.૧૯:ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી જન્મદિવસ નિમિતે વડીયામાં પૂર્વમંત્રી બાવકુભાઈ ઉધાડના હસ્તે વડિયા સુરવોડેમના નવા નિરને વધાવી આરતી પૂજન કરાયું ત્યારબાદ આંગણવાડીના નાના ફુલકાઓને પેન્સિલ કીટ અને ચોકલેટ આપવામાં આવેલ તેમજ વડિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી દર્દીઓને ફ્રુટ વિતરણ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

આ સેવા સપ્તાહ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉદ્યાડ,સેવા સપ્તાહના ઇન્ચાર્જ વિપુલભાઇ રાંક,તાલુકા પંચાયત સદસ્ય તુષારભાઈ ગણાત્રા,શૈલેષભાઇ ઠુમર, ઢૂંઢિયા પીપળીયાના સરપંચ તેમજ ગ્રામજનો તેમજ વડિયા આંગણવાડી વર્કરો,આશાબહેનો અને ગ્રામજનો તલાટી કમ મંત્રી શ્રીઓ હાજર રહેલા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહના ઇન્ચાર્જ વિપુલભાઇ રાંક દ્વારા તમામ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ હતુ.

 કાર્યક્રમના અંતે પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉદ્યાડ તેમજ સેવા સપ્તાહના ઇન્ચાર્જ વિપુલભાઇ રાંક દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવી.(૨૨.૨)

(12:20 pm IST)