Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ખોખડદડ પાસે જ્યોત્સનાબેનને દારૂડિયા દિયર મનસુખે ફટકાર્યા

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ ખોખડદડ પાસે રહેતી જ્યોત્સનાબેન અજયભાઇ પરમાર (ઉ.૩૫) નામની દેવીપૂજક મહિલાને રાત્રે નવેક વાગ્યે ઘર પાસે બેઠી હતી ત્યારે દિયર મનસુખ દારૂ પી ખેલ કરતો હોઇ તેની સામે જોતાં તેણે ઉશ્કેરાઇ જઇ લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:45 am IST)