Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા હાઈકોર્ટમાં પીટીસનઃ સુરેન્દ્રનગર નગરપાલીકાને હાઈકોર્ટનું તેડુ

સુરેન્દ્રનગર,તા.૧૯સુરેન્દ્રનગર નગરપાલીકામાં કોન્ટ્રાકટ બેઈઝમાં કામ કરતાં સફાઈ કામ સહિત મજુર સપ્લાય કરવાનાં કોન્ટ્રાકટ ચાલુ છે. ત્યારે ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા ૨૦૧૨માં કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા માટે મદદનીશ લેબર કમીશ્નર સુરેન્દ્રનગર દ્રારા કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે દરખાસ્ત અંગે કોઈ જ પ્રકારની કામગીરી ન થતા ગુજરાત રાજય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા દ્રારા સુરેન્દ્રનગર - દૂધરેજ નગરપાલીકામાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં રીટપીટીશન દાખલ કરવામાં આવેલ છે. જે અંગે તેનાં સંદર્ભમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર તેમજ સુરેન્દ્રનગર - દૂધરેજ નગરપાલીકાને નોટીસ પાઠવેલ છે અને આગામી તા.૧૯/૯/૨૦૧૯ને ગુરૂવારનાં રોજ સુનાવણીમાં નગરપાલીકાનાં સતાધીશોને ઉપસ્થીત રહેવા હાઈકોર્ટે હુકમ કરતાં નગરપાલીકામાં હલચલ મચી જવા પામી છે.

(11:40 am IST)