Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ગોંડલમાં ચેરમેનપદનો હઠાગ્રહ છોડી નૈતિકતા દાખવવા નાગરિક બેન્કના વિપક્ષી ડિરેકટર યતિશભાઇ દેસાઇનો પડકાર

ગોંડલ, તા.૧૯: ગોંડલ નાગરીક સહકારી બેન્કની ચુંટણી નાં પરીણામો બાદ ગોંડલ પંથકનું રાજકારણ ગરમાયું છે.બેન્ક નીચુંટણીમાં દિગ્ગજ નેતાઓ ની પ્રતિષ્ઠા હોડ માં લાગી હોય અને જીલ્લા ભાજપ અગ્રણી જયંતિભાઇ ઢોલ માત્ર ૯૯ મત ની કંગાળ સરસાઇ થી જીત્યા હોય તેમને જન સમર્થન નાં હોવાનું સ્વિકારી ચેરમેન પદનો હઠાગ્રહ છોડી નૈતિકતા દાખવવાં નાગરીક બેન્ક નાં ચુંટાયેલા વિપક્ષી ડીરેકટર યતિશભાઇ દેસાઇ એ પડકાર ફેંકયો છે.

યતિશભાઇ દેસાઇ એ જણાવ્યું કે ભાજપે જેમને કેન્દ્ર માં રાખી ચુંટણી લડી તે જયંતિભાઇ ઢોલ સભાસદોનું સમર્થન મેળવવાં માં નિષ્ફળ ગયાં છે. અમારી પેનલ નાં ૪૦૦ મત ખોટી રીતે રદ કરાયાં છે.જો આ બન્યું નાં હોત તો જયંતિભાઇની હાર નિશ્યિત હતી. જાહેર જીવનમાં સતા લાલસા ને બદલે નૈતિકતા મહત્વની છે. સત્તાની ઘેલછાએ સાંસદ રમેશભાઈ ધડુક તથાં પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની ઇમેજનું માપ પ્રજા સામે ઉદ્યાડું કરી મૂકયું છે. વધું માં જીલ્લા ભાજપ ને પણ વિચારતું કરી મુકયું છે. તેમણે ચેરમેન પદ નો મોહ ત્યાગી અન્ય યોગ્ય આગેવાનને ચેરમેન પદ આપવું જોઈએ. નાગરિક બેન્કની ચુંટણીનાં પરીણામો પર ભાજપ મોવડીઓ એ પણ આત્મ મંથન કરવું જોઈએ તેમ યતિશભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

(11:40 am IST)