Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ઉના-ગ્રામ્ય વિસ્તારોમાં ૨ થી ૫ ઇંચઃ કોડીનાર-મહુવામા ૨ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા વાતાવરણમાં ફરી પલ્ટોઃ વરસાદના નવા રાઉન્ડનો આરંભઃ દિવમા ધોધમાર

રાજકોટ તા.૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો છે. અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ઉનામા અઢી ઇંચ અને ગ્રામ્ય વિસ્તારોમાં ર થી પ ઇંચ વરસાદ પડ્યો છે જયારે દિવમા ધોધમાર વરસાદ પડતા રસ્તાઓમા પાણી ભરાયા છે. જયારે કોડીનારમા બે ઇંચ, ગીરગઢડામાં સવા ત્રણ ઇંચ, તાલાલામા એક ઇંચ અને વેરાવળમા અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

જયારે અમરેલી જીલ્લાના ધારીમા ૩ ઇંચ, સાવરકુંડલામા દોઢ, જાફરાબાદમાં એક રાજુલામા અડધો ઇંચ અને ખાંભામા ઝાપટા પડ્યા છે.

જયારે ભાવનગરના મહુવામા ૧ ઇંચ તથા તળાજા અને ગારીયાધારમા હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

ઉના

ઉનાઃ ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં જોરદાર ઝાપટા ચાલુ રહેતા બેથી પાંચ ઇંચ વરસાદ પડી ગયો હતો ઉનામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે સુર્ય પ્રકાશિત વાતાવરણ છે.

ઉના-ગીરગઢડા તથા ભાચા ખાવટ કંસારી સામતેર અમોદરા અંજાર સહિત વિસ્તારમાં ગઇકાલે વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર

ભાવનગરઃ  મહુવાના લોગંડી ગામે વાડી વિસ્તારમાં ભાગ રાખીને રહેતા હતા અને વાડામાં બાંધેલ બે ભેશ ઉપર વિજળી ત્રાટકી હતી અને બન્ને ભેશ ના મોત નિપજ્યું હતું આ અંગે લોગંડી ગામના સરપંચ પ્રકાશભાઇ ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સાંજના ૬-૩૦ થી સાત વાગ્યાના સમયમાં જોરદાર કડાકો થયો હતો અને પોપટભાઇ બચુભાઇ શિયાળની માલીકીની બન્ને ભેશ ઉપર વિજળી પડી હતી અને તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(11:35 am IST)