Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ધોરાજીમાં મોહરમ પર્વની એકતા-વિવિધતા પૂર્વક ઉજવણી કરાશેઃ કાલે ૧૦૦ જેટલા તાજીયા પડમાં આવશે

ધોરાજી, તા.૧૯: ધોરાજી ખાતે મુસ્લિમો ના પવિત્ર માસ અને શહીદી પર્વ મોહરમ ની ઉજવણી ખુબજ એકતા અને વિવિધતા પૂર્વક થઇ રહી છે.

ધોરાજી માં છબીલ નિયાઝ અને હુસેની મહેફિલો નું ધમધમાટ શરૂ છે.

ધોરાજી શહેર માં પોસ્ટ ઓફિસ ચોક ખાતે પણ ૧૦ દિવસ સુધી દરોજ ઠંડા ગરમ પીણાં પીવડાવા માં આવે છે

ધોરાજી માં ઠેર ઠેર નિયાઝ એ હુસેની ના પણ કાર્યક્રમ થઇ રહ્યા છે..

બહારપુરા ખાતે રઝવી કમીટી દ્વારા જસને શોહદા એ કરબલા ના નામ થી શાનદાર વાયઝ શરીફ રાખેલ છે જેમાં મુફ્તી ગુલામ ગોષ અલ્વી સાહેબ નું શાનદાર બયાન થઇ રહ્યું છે જેમાં હજારો ની સંખ્યા માં મુસ્લિમો શહાદત નું બયાન સાંભળવા ઉમટી પડે છે.

અને વાયઝ બાદ દેશ ની પ્રગતિ માટે દુઆ કરવામાં આવે છે અને ઠંડા ગરમ પીણાં પીવડાવા માં આવે છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા રઝવી

કમીટીના પ્રમુખ સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરી ના માર્ગ દર્શન હેઠળ સલીમભાઇ ચૌહાણ અસલમ સિપાઈ જુનેદભાઈ મતવા આસિફભાઇ ભંગાર વાળા અહમદ કરવા સહીત૧૦૦ જેટલા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે

ધોરાજી ખાતે તાઃ૨૦ ગુરૂવાર ના રોજ બપોરે ૨ વાગ્યે પ્રથમ સેજ મુબારક અને બાદ સૈયદ રૂસ્તમ નો તાજીયો અને અન્ય ૧૦૦ જેટલા તાજિયાઓ ય હુસેન ના નારા સાથે પળ માં આવશે અને રાત્રે ચકલા ચોક માં સૈયદ રુસ્તમ માતમ ની દ્યેર અને બહારપુરા ખાતે સૈયદ બાલ કુંવારા સેજ અને સૈયદ કયુમબાવા સિરાજી ની સેજ ની ઘેર થશેે. અને તા ૨૧ ના રોજ શુક્રવાર ના રોજ સવારે આસુરા નો દિવસ હોવા થી શહેર ની અનેક મસ્જિદો માં કરબલાના શહીદો ની બારગાહ માં ખીરાઝ એ અકીદત પેશ કરવા નમાઝ એ આસુરા ના નવાફીલ પઢશે અને અંજલિ અર્પણ કરશે. અને બપોરે ૩ કલાકે ચકલા ચોક ખાતે થી રુસ્તમ તાજીયા સાથે તાજીયા જુલુસ નીકળશે અને બહારપુરા ખાતે પોહચસે. અને બહારપુરા ખાતે હુસેની નિયાઝ કમીટી દ્વારા ૧૦૦ વર્ષ થી થતી ઐતિહાસિક નિયાઝ પણ રાબેતા મુજબ રાખેલ છે જેમાં હજારો લોકો આ નિયાઝ નું લાભ લેશે.  અને રાત્રે ૧૦ કલાકે રઝવી કમીટી દ્વારા બહારપુરા ખાતે જ શ્ને શહીદે આઝમ કોન્ફ્રન્સ રાખેલ છે જેમાં દુનિયા એ સુન્નીયત ની માહેનાઝ શખ્સિયત ખલીફા એ હુઝૂર બુરહાન એ મિલ્લત મોલાના ઉબેદુલ્લાહ ખાન સાહેબ આઝમી નું બયાન થશે જેમાં મુખ્ય મહેમાન તરીકે મુફ્તી ગુલામ ગોષ અલ્વી સાહેબ અને સૌરાષ્ટ્ર ભર માંથી સાદાત એ કિરામ અને આલીમ એ દિન ઉપસ્થિત રહેશે અને વહેલી સવારે તમામ તાજિયાઓ કર્બલા તરફ જવા રવનાં થશે.

આ પવિત્ર માસની મુફ્તી ગુલામ ગોષ અલ્વી સૈયદ હાજી ઈકબાલબાપુ કાદરી સૈયદ શફી મિયાબાપુ બુખારી સૈયદ હાજી કયુમબાવા શિરાજી સાદાત જમાત ના પ્રમુખ સૈયદ બસીરબાપુ રૂસ્તમ વાળા સૌરાષ્ટ્ર મતવા માલધારી સમાજ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ કુરેશી મેમણ જમાત ના પ્રમુખ હાજી ફારુકશેઠ ધોરાજી પાલિકા ઉપપ્રમુખ મકબુલ ગરાના માજિદમીયા નાગ!ણી અફરોજભાઈ લકડકૂટા બાસિતભાઈ પાનવાળા શબીરભાઈ ગોડીલ ધોરાજી નગર પાલિકાના પૂર્વ સદસ્ય અને સેવાભાવી અગ્રણી રિયાઝભાઈ દાદાની ડોકટર એકીમભાઇ ચામડીયા બોદુભાઇ ચૌહાણ મોહમ્મદ કાસીમ ગરાના અનવરભાઈ ઇંગારીયા સલીમ શેખ યાસીન કુરેશી. શરીફ લુલાનિયા (કીંગવાળા) શાહનવાઝ ભાઈ પોઠીયાવાળા સિપાઈ જમાત પ્રમુખ ઇલ્યાસભાઈ ચૌહાણ મોલા અલી મદદ ગ્રુપના સૈયદ રફીકમિયા અરબીયા વાળા જબ્બાર નાલબંધ હાજી હારુન ગરાના સૈયદ પાલિકા સેનીટેશન ચેરમેન હનિફમીયાં બુખારી નવાઝ પટેલ સહિતનાઓ એ લોકો ને મુબારક બાદ પાઠવી છે.

(1:53 pm IST)