Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

મોરબી આરોગ્ય કર્મચારીઓના ધરણા : પગાર વધારાની માંગ

મોરબી તા. ૧૯ : મોરબી જીલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ પગારવધારા સહિતની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરુ કર્યું છે અને જીલ્લા પંચાયત કચેરીમાં જ ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે અને હડતાલનો પ્રારંભ કર્યો છે.

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા એન.એચ.એમ. ના ૨૧૪ કર્મચારીઓ પગાર વધારો અને લોયલ્ટી બોનસ સહિતની માંગ સાથે આજે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જેમાં જીલ્લા પંચાયત કચેરીએ વિરોધ કરી રહ્યા છે તે ઉપરાંત જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે સિનીયોરીટી વાઈઝ લોયલ્ટી બોનસ સાથે પગાર વધારો કરવામાં આવેલ પરંતુ આ અંગે એન એચ એમ સ્ટાફનો પગાર વધારો રોકી દેવામાં આવ્યો છે. જેથી કર્મચારીઓને ન્યાય નહિ મળતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરુ કર્યું છે તેમજ તાકીદે પ્રશ્ન ના ઉકેલાય તો વિરોધ ચાલુ રહેશે અને આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે જેથી આરોગ્યની સેવાઓ પર પ્રતિકુળ અસરો પડશે અને જેથી માંગણીઓ સમયસર સંતોષાય અને હડતાલ સમેટાઈ જાય તેવી માંગ કરી રહ્યા છે.

(1:50 pm IST)